Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

શા માટે અલ્લાહે માનવજાતની રચના કરી, જો કે તેને તેમની જરૂર નથી?

જ્યારે કોઈ વ્યક્તિ પોતાને ખૂબ સમૃદ્ધ અને અત્યંત ઉદાર લાગે છે, ત્યારે તે તેના મિત્રો અને પ્રિયજનોને ખાવા-પીવા માટે આમંત્રણ આપે છે.

આપણામાં આવા ગુણો જે કઈ પણ છે તે અલ્લાહ પાસે જે ગુણો છે તેનો એક નજીવો ભાગ છે, કારણ કે અલ્લાહ, સર્જક, ભવ્યતા અને સુંદરતાના લક્ષણો ધરાવે છે, તે સૌથી વધુ દયાળુ, કૃપા કરનાર, ઘણું આપનાર અને અત્યંત ઉદાર છે. આપણને તેણે પોતાની ઈબાદત કરવા માટે પેદા કર્યા છે, જેથી તે આપણા પર રહેમ કરે આપણને ખુશ કરે અને આપણને (નેઅમતો) આપણે જો તેની ઇખલાસ (નિખાલસતા) સાથે ઈબાદત કરીશું અને તેની આજ્ઞાનું પાલન કરીશું, અને દરેક સુંદર માનવીય ગુણો તેના ગુણોથી ઉતપન્ન થયા છે.

તેણે આપણને પેદા કર્યા અને આપણને પસંદ કરવાની ક્ષમતા આપી છે, તેથી કાંતો આપણે આજ્ઞાપાલનનો માર્ગ અને ઈબાદતનો માર્ગ પસંદ કરીએ, અથવા આપણે તેના અસ્તિત્વનો ઇન્કાર કરી બળવો અને આજ્ઞાભંગનો માર્ગ પસંદ કરીએ.

અલ્લાહ તઆલા કહે છે:

મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે. (૫૬) ન હું તેમની પાસે રોજી નથી માંગતો અને ન તો મારી ઇચ્છા છે કે તે લોકો મને ખવડાવે. (૫૭) અલ્લાહ તઆલા તો પોતે જ દરેકને રોજી પહોંચાડે છે, શક્તિમાન અને તાકાતવર છે. [૩૪] (અઝ્ ઝારિયાત : ૫૬-૫૮).

અલ્લાહ પોતાના સર્જનથી બેનિયાજ છે, તો આ વાત તો ઠોસ પુરાવાથી સાબિત છે.

અલ્લાહ તઆલા કહે છે :

...અલ્લાહ તઆલા સમગ્ર સૃષ્ટિથી બેનિયાઝ છે. (૩૫) (અલ્ અન્કબુત : ૬).

બુદ્ધિની વાત કરીએ તો, તે સાબિત થયું છે કે સાચો ઇલાહ સંપૂર્ણ પૂર્ણતાના લક્ષણો દ્વારા વર્ગીકૃત થયેલ છે, અને સંપૂર્ણ પૂર્ણતાના લક્ષણોમાંનું એક એ છે કે તેને કોઈ વસ્તુની જરૂર નથી, જેવું કે માનવીને જરૂરત પડતી હોય છે, અલ્લાહ તઆલા તે દરેક વસ્તુથી સંપૂર્ણ પાક અને પવિત્ર છે.

તેણે માર્ગ અપનાવવા માટે સ્વતંત્રતા આપી અને દરેક સર્જનીઓમાં માનવી અને જિનોને પ્રાથમિકતા આપી. અને માણસની વિશિષ્ટતા એ છે કે તેણે સંપૂર્ણ સૃષ્ટિના પાલનહાર તરફ જ ધ્યાન કરવું જોઇએ અને તેની પોતાની સ્વતંત્ર ઇચ્છાથી નિખાલસતા સાથે સમર્પિત થઈ જવું જોઈએ, અને આ રીતે તે વ્યક્તિ સંપૂર્ણ સર્જનનો વડા બનાવી અલ્લાહની હિકમત પ્રાપ્ત કરશે.

સૃષ્ટિના પાલનહારનું જ્ઞાન તેમના સૌથી સુંદર નામો અને સર્વોચ્ચ લક્ષણોની અનુભૂતિ દ્વારા પ્રાપ્ત થાય છે, જે બે મુખ્ય જૂથોમાં વહેંચાયેલા છે:

સુંદર નામો: તે દરેક વિશેષણ જે દયા, ક્ષમા, રહેમ માટે વિશિષ્ટ છે, જેવા કે અત્યંત દયાળુ, અત્યંત માયાળુ, રોજી આપનાર, ખૂબ આપનાર, અત્યંત નેક, અત્યંત દયા કરનાર.... વગેરે.

અસ્માઉ જલાલ: તે દરેક વિશેષણ જે, શક્તિ, ક્ષમતા, મહાનતા અને પ્રતિષ્ઠા સાથે સંબંધિત છે, જેમાં પ્રભુત્વશાળી, શકિતશાળી, સર્વશક્તિમાન, પકડનાર, નષ્ટ કરવાવાળો... વગેરેનો સમાવેશ થાય છે.

અલ્લાહના ગુણો વિશે અમારા જ્ઞાન મુજબ એવું જાણવા મળે છે કે આપણે તેની ઈબાદત એવી રીતે કરીએ છીએ, જે તેની શાન અને પવિત્રતાને લાયક છે, અને તેની એવી રીતે પવિત્રતા વર્ણન ના કરવી જે તેની શાનને લાયક નથી, તેની રહેમની આશા કરતા અને તેના ગુસ્સા અને સજાનો ડર રાખતા. તેની ઈબાદત એટલે કે તેણે આપેલ આદેશોનું પાલન કરવું અને પ્રતિબંધિત કાર્યોથી બચીને રહેવું અને ઇસ્લાહ માટે ઉભા થવું અને જમીનમાં સુધારો લાવવો છે. આના આધારે, સાંસારિક જીવનનો ખ્યાલ મનુષ્યો માટે એક કસોટી અને પરીક્ષા બની જાય છે, જેથી તેમને પ્રાથમિકતા આપવામાં આવે અને સદાચારીઓનો દરજ્જો વધારે, અને આ રીતે તેઓ પૃથ્વીના નાયબ અને જન્નતના વારસાને પાત્ર બને. આ પછી, જ્યારે ભ્રષ્ટાચારીઓ આ દુનિયામાં બદનામ થશે અને તેમનું ઠેકાણું આગનો અઝાબ હશે.

અલ્લાહ તઆલા કહે છે:

જે કંઈ પણ ધરતી પર છે અમે તેને ધરતીના શણગારનું કારણ બનાવ્યું છે, કે અમે તે લોકોની કસોટી કરીએ કે તેમાંથી કોણ સત્કાર્ય કરનાર છે. [૩૬] (અલ્ કહફ: ૭).

અલ્લાહ દ્વારા મનુષ્યની રચનાનો મુદ્દો બે બાબતો સાથે સંબંધિત છે:

માણસને લગતી એક બાબત: તે કુરઆનની સ્પષ્ટ આયતોમાં સમજાવવામાં આવ્યું છે, અને તે જન્નત પ્રાપ્ત કરવા માટે અલ્લાહની ઈબાદત કરવાની અનુભૂતિ છે.

પવિત્ર સર્જકને લગતી એક બાબત: તે સર્જનીઓની હિકમત છે, તેથી આપણે જાણવું જોઈએ કે હિકમત ફક્ત તે જ જાણે છે, તેના સર્જનીઓ માંથી તેની હિકમત કોઈ જાણી શકતું નથી, અને આપણું જ્ઞાન સામાન્ય અને સીમિત છે જ્યારે કે પાલનહાર અલ્લાહનું જ્ઞાન અમૂલ્ય અને સંપૂર્ણ છે. માનવીનો જન્મ, મૃત્યુ, મૃત્યુ પછી ફરી જીવિત થવું, આખિરતનું જીવન આ બધું તો તેનાજન્મનો એક સામાન્ય ભાગ છે, અને આ ફક્ત અલ્લાહની શાન છે ન કે કોઈ ફરિશ્તા અથવા માનવીની દખલગીરી.

ફરિશ્તાઓએ અલ્લાહને પ્રશ્ન પૂછ્યો જ્યારે તેણે આદમનું સર્જન કર્યું, અને અલ્લાહએ તેમને ચોક્કસ અને સ્પષ્ટ જવાબ આપ્યો, જેમ કે અલ્લાહ કહે છે:

અને ( હે પયગંબર ! તે સમયની વાત સાંભળો ! ) જ્યારે, તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું ધરતી પર એક ખલીફા (નાયબ) બનાવવાનો છું, તો તેઓ કહેવા લાગ્યા, શું તમે એવા સર્જનીઓને પેદા કરશો, જેઓ ધરતી ઉપર ભ્રષ્ટાચાર ફેલાવશે અને ખુનામરકીઓ આચરશે ? જો કે અમે તારા નામનું સ્મરણ, પ્રશંસા અને પવિત્રતાનું વર્ણન કરી રહ્યાં છે. અલ્લાહ તઆલાએ (તેમને) કહ્યું, જે કંઈ હું જાણું છું તે તમે નથી જાણતા. [૩૭] (અલ્ બકરહ: ૩૦).

ફરિશ્તાઓના સવાલ કરવા પર અલ્લાહનો જવાબ કે તે ઘણી વસ્તુઓને જાણે છે, જેને તમે નથી જાણતા, ઘણી બાબતો સૂચવે છે: કે માનવીની પેદાઇશની હિકમત ફક્ત પવિત્ર અલ્લાહ જ જાણે છે અને એ કે સંપૂર્ણ બાબત અલ્લાહ પાસે છે, તેમાં સર્જનનો કોઈ હાથ નથી. જે ઇચ્છે, તેને કરી નાખનાર છે. [૩૮] અને એ કે તે પોતાના કાર્યો માટે જવાબદાર નથી અને બધા જ (તેની સામે) જવાબદાર છે. [૩૯] અને એ કે માનવીને પેદાઇશનો હેતુ તે અલ્લાહના જ્ઞાનમાં છે, તેને કોઈ ફરિશ્તો નથી જાણતો. જ્યાં સુધી આ બાબત અલ્લાહના સંપૂર્ણ જ્ઞાન સાથે સંબંધિત છે, અને તે તેની હિકમત વધુ સારી રીતે જાણે છે અને તેની પરવાનગી સિવાય તેની રચનામાંથી કોઈ તેને જાણી શકતું નથી. (અલ્ બુરુજ: ૧૬). (અલ્ અન્બિયા: ૨૩).