Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

શા માટે સર્જકને તેની રચનામાંથી એકની પણ સુરતમાં દર્શાવવામાં આવતું નથી?

ઉદાહરણ તરીકે, અને અલ્લાહ પાસે સર્વશ્રેષ્ટ ઉદાહરણો છે, અને માત્ર સમજાવવા માટે એક ઉદાહરણ, જ્યારે વ્યક્તિ ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરે છે અને તેને બહારથી નિયંત્રિત કરે છે, ત્યારે તે ઉપકરણની અંદર કોઈપણ રીતે પ્રવેશતો નથી.

અને જો આપણે કહીએ કે અલ્લાહ તે કરી શકે છે કારણ કે તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, તો આપણે એ પણ ઓળખવું જોઈએ કે સર્જનહાર, ઇલાહ, તે મહાન છે, જે તેની પવિત્રતાને યોગ્ય નથી તે કામ કરતો નથી, અલ્લાહ પવિત્ર અને શ્રેષ્ઠ છે, તે સર્વોચ્ચ ખૂબ જ મોટો છે.

ઉદાહરણ તરીકે,અલ્લાહ માટે સંપૂર્ણતાનું સર્વોત્તમ ઉદાહરણ છે, કોઈપણ પાદરી અથવા ઉચ્ચ ધાર્મિક પદની વ્યક્તિ જાહેરમાં નગ્ન અવસ્થામાં જતી નથી, જો કે તે આમ કરવા સક્ષમ છે, તે આ છબીમાં જાહેરમાં બહાર આવી શકતો નથી, આ વર્તન તેની ધાર્મિક સ્થિતિ માટે યોગ્ય નથી.

શા માટે સર્જકની ઈબાદતમાં મધ્યસ્થ અથવા ત્રીજાને અપનાવવાથી જહન્નમની આગમાં હંમેશા રહે છે?

માનવીના નિયમો પ્રમાણે આ જાણવામાં આવ્યું છે કે રાજા અથવા અધિકારીઓના આદેશોનું ઉલ્લંઘન અન્ય ગુનાહો સાથે સમાન ધોરણે નથી. તો, જે બધા રાજાઓનો રાજા છે તેના વિષે તમે શું વિચારો છો? તેના બંદાઓ પર અલ્લાહ સર્વશક્તિમાનનો હક તે છે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે જેમ કે નબી ﷺ એ કહ્યું: "અલ્લાહનો તેના બંદાઓ પર અધિકાર એ છે કે તેઓ ફક્ત તેની જ ઈબાદત કરે અને તેની સાથે કોઈને ભાગીદાર ન બનાવે... શું તમે જાણો છો કે અલ્લાહ પર બંદાઓનો હક શું છે? મેં કહ્યું: અલ્લાહ અને તેના પયગંબર વધુ સારી રીતે જાણે છે." નબી ﷺ એ કહ્યું: " જો તેઓ આમ કરે તો અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તે તેમને સજા ન આપે".

આપણા માટે કોઈને ભેટ આપવાની કલ્પના કરવા માટે તે પૂરતું છે અને તે વ્યક્તિ તે ભેટ માટે બીજા કોઈનો આભાર અને પ્રશંસા કરે છે. આ વાત ધ્યાનમાં રાખો કે અલ્લાહના સર્વોચ્ચ ગુણો છે, તેની સ્થિતિ પોતાના બંદાઓ સાથે એવી છે કે તેણે તેમને ઘણી નેઅમતો આપી છે, પરંતુ તેઓ તેના બદલમાં બીજાનો આભાર વ્યકત કરે છે, પરતું સર્જનહારને તેમની જરૂર નથી.

શા માટે સર્જક પોતાનો ઉલ્લેખ બહુવચન સ્વરૂપમાં કરે છે, જો કે તે એક અને એકમાત્ર ઇલાહ છે?

સૃષ્ટિનો પાલનહાર કુરઆન મજીદની ઘણી આયતોમાં "અમે" શબ્દનો ઉપયોગ પોતાનો ઉલ્લેખ કરવા માટે કરે છે, ત્યારે તે સૂચવે છે કે તે એકલો જ સૌંદર્ય અને ભવ્યતાના તમામ લક્ષણોને એકઠો કરવા વાળો છે, આ શબ્દ અરબી ભાષામાં પણ તાકાત અને મહાનતા વ્યક્ત કરે છે, અને એવી જ રીતે, અંગ્રેજી ભાષામાં "અમે રાજા છીએ" કહેવામાં આવે છે જ્યાં બહુવચન સર્વનામનો ઉપયોગ રાજા, બાદશાહ અથવા સુલતાન જેવા ઉચ્ચ હોદ્દા પર હોય તેવા વ્યક્તિ માટે થાય છે, જો કે, કુરઆન હંમેશા એ સત્યતા પર ભાર મૂકે છે કે જ્યારે પણ ઈબાદતની વાત આવે છે ત્યારે અલ્લાહ એક છે.

શા માટે સર્જકે માનવીઓને ઈમાન અને કુફ્ર વચ્ચે પસંગી કરવાની ઇચ્છા આપી?

અલ્લાહ તઆલા કહે છે:

તમે તેમને કહી દો કે સત્ય વાત તો તે છે, જે તમારા પાલનહાર તરફથી આવી છે, હવે જે વ્યક્તિ ઈચ્છે તેનો સ્વીકાર કરી લે અને જે ઈચ્છે તે ઇન્કાર કરી દે... [૨૮] (અલ્ કહફ: ૨૯).

જો નિર્માતા આપણને આજ્ઞાનું પાલન કરવા અને ઈબાદત કરવા દબાણ કર્યું હોત, તો બળજબરીથી માણસ બનાવવાનું ઇચ્છિત લક્ષ્ય પ્રાપ્ત થતું નથી.

આદમનું સર્જન અને તેમને ઇલ્મ શીખવાડવવુ, તે તેમનું વિશિષ્ટ લક્ષણ છે જેમાં અલ્લાહની ઘણી હિક્મતો છે.

(ત્યારબાદ) અલ્લાહ તઆલાએ આદમને દરેક (વસ્તુઓના) નામ શીખવાડી દીધા, પછી તે (વસ્તુઓ) ફરિશ્તાઓ સમક્ષ રજુ કરી અને કહ્યું, જો તમે સાચા હોવ તો મને આ (વસ્તુઓના) નામ જણાવો [૨૯] (અલ્ બકરહ: ૩૧).

અને તેમને પસંદગી કરવાની અધિકાર આપ્યો.

અમે આદમને કહ્યું, હે આદમ ! તમે અને તમારી પત્નિ જન્નતમાં રહો, અને જ્યાંથી ઇચ્છો છુટથી ખાઓ પીવો, પરંતુ તે વૃક્ષની નજીક પણ ન જશો, નહીંતો અત્યાચારી બની જશો.[૩૦] (અલ્ બકરહ: ૩૫).

અને તેમના માટે તૌબા અને માફીનો દ્વાર ખોલી દેવામાં આવ્યો, પસંદ કરવાની ઇચ્છા અનિવાર્યપણે ભૂલો અને પાપો તરફ દોરી જાય છે.

પછી આદમે પોતાના પાલનહાર પાસેથી કેટલાક શબ્દો શીખી, તૌબા કરી, તો અલ્લાહ તઆલાએ તેઓની તૌબા કબુલ કરી, નિઃશંક તે જ તૌબા કબુલ કરનાર અને અત્યંત દયાળુ છે.[૩૧] (અલ્ બકરહ: ૩૭).

અને અલ્લાહ તઆલા એ આદમને જમીનમાં નાયબ (ખલીફા) બનાવવાનો ઈરાદો કર્યો.

અને ( હે પયગંબર ! તે સમયની વાત સાંભળો ! ) જ્યારે, તમારા પાલનહારે ફરિશ્તાઓને કહ્યું કે હું ધરતી પર એક ખલીફા (નાયબ) બનાવવાનો છું, તો તેઓ કહેવા લાગ્યા, શું તમે એવા સર્જનીઓને પેદા કરશો, જેઓ ધરતી ઉપર ભ્રષ્ટાચાર ફેલાવશે અને ખુનામરકીઓ આચરશે ? જો કે અમે તારા નામનું સ્મરણ, પ્રશંસા અને પવિત્રતાનું વર્ણન કરી રહ્યાં છે. અલ્લાહ તઆલાએ (તેમને) કહ્યું, જે કંઈ હું જાણું છું તે તમે નથી જાણતા.[૩૨] (અલ્ બકરહ: ૩૦).

પોતાનામાં પસંદગી કરવાની ઈચ્છા અને ક્ષમતા એક નેઅમત છે, જો તેનો યોગ્ય અને સારી રીતે ઉપયોગ કરવામાં આવે અને નિર્દેશિત કરવામાં આવે, અને જો તેનો ભ્રષ્ટ હેતુઓ અને ધ્યેયો માટે શોષણ કરવામાં આવે તો તે લઅનત છે.

પસંદગી કરવાની ઇચ્છા અને ક્ષમતા જોખમો, અજમાયશ, સંઘર્ષ અને સ્વ-પ્રયત્નથી ઘેરાયેલી હોવી જોઈએ, તેઓ ચોક્કસપણે આધીનતા કરતાં માણસ માટે ઉચ્ચ પદ અને સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે જે બનાવટી સુખ તરફ દોરી જાય છે.

અલ્લાહ તઆલા કહે છે:

પોતાના પ્રાણ અને ધન વડે અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર ઈમાનવાળાઓ અને કારણ વગર બેસી રહેનાર ઈમાનવાળાઓ બન્ને સરખા નથી, પોતાના ધન અને પ્રાણ વડે જિહાદ કરનારને બેસી રહેનાર લોકો કરતા અલ્લાહ તઆલાએ દરજ્જામાં ઘણી જ શ્રેષ્ઠતા આપી રાખી છે અને આમ તો અલ્લાહ તઆલાએ દરેકને કૃપા અને સારા વળતરનું વચન આપી રાખ્યું છે, પરંતુ જિહાદ કરનારાઓને બેસી રહેવાવાળા પર ખૂબ જ મોટા વળતરની શ્રેષ્ઠતા આપી રાખી છે[૩૩] (અન્ નિસા: ૯૫).

બદલો અને સજાનો ફાયદો શું જો આપણને અધિકાર આપવામાં ન આવે, શુ આપણને બદલો મળવો જોઈએ?

આ બધું હોવા છતાં, એ જાણવું જોઈએ કે આ જીવનમાં માણસના વાસ્તવિક અધિકારો મર્યાદિત છે, અને અલ્લાહ સર્વશક્તિમાન આપણને ફક્ત તે માટે જ જવાબદાર ઠેરવશે જે આપણને પસંદ કરવાની સ્વતંત્રતા આપી છે. ઉદાહરણ તરીકે, આપણે જે સંજોગો અને વાતાવરણમાં રહીએ છીએ તે આપણે પસંદ નથી કર્યું, કે આપણે આપણે માતા-પિતાને પસંદ નથી કર્યા, તે ઉપરાંત આપણે જે રીતે દેખાવું અથવા પોતાની ત્વચાના રંગને નિયંત્રિત કરી શકતા નથી.