મૂર્તિપૂજક ધર્મો અને અમુક સ્થળો અને લાગણીઓની પવિત્રતા વચ્ચે મોટો તફાવત છે, પછી ભલે તે ધાર્મિક હોય કે રાષ્ટ્રીય.
ઉદાહરણ તરીકે, જમ્રાત પર જઈને કાંકરીઓ મારવી જે અમુક આલિમોના મંતવ્ય પ્રમાણે શૈતાનનો વિરોધ અને તેનું અનુસરણ ન કરવા અને ઈબ્રાહીમના ઉદાહરણનું અનુસરણ કરવું છે, જયારે તેમની પાસે શૈતાન આવ્યો અને તેમને પોતાના પાલનહારનું અનુસરણ કરવાથી અને પોતાના બાળકને ઝબેહ કરવાથી રોકવા લાગ્યો [૩૦૧]. અને એવી જ રીતે સફા અને મરવા પર્વત વચ્ચે દોડવું એ હાજરાના ઉદાહરણનું અનુસરણ છે જયારે તે પોતાના બાળક ઈસ્માઈલ માટે પાણી શોધવા દોડયા હતા. દરેક સ્થિતિઓમાં અને આ વિશે જેટલા પણ મંતવ્યો છે તેની તરફ ન જોઈ, હજના જેટલા પણ અરકાન છે તેનો હેતુ પોતાના પાલનહારને યાદ કરવા અને તેનું અનુસરણ કરવાનો છે, અને તેનો હેતુ પથ્થરો, જગ્યાઓ અને લોકોની ઈબાદત કરવાનો નથી. જયારે કે ઇસ્લામ ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવાનું કહે છે, જે આકાશો અને જમીન અને જે કઈ પણ તે બંનેની વચ્ચે છે તેનો પાલનહાર અને દરેક વસ્તુને પેદા કરવાવાળો અને દરેક પર કુદરત ધરાવનાર છે. ઈમામ હાકિમ રહ. એ મુસ્તદરકમાં અને ઈમામ ઇબ્ને ખુઝૈમા એ પોતાની સહીહમાં ઇબ્ને અબ્બાસ દ્વારા વર્ણન કરી છે.
ઉદાહરણ તરીકે, શું આપણે કોઈ વ્યક્તિ પર એવો આરોપ લગાવીએ છીએ જયારે તે પોતાના પિતાને ચુંબન કરે છે, હજના દરેક અરકાન (વિધિઓ) દ્વારા અલ્લાહની યાદ અને પાલનહારના આદેશોનું અનુસરણ કરવું અને તેની સામે માથું નમાવી દેવું છે, અને તેનો હેતુ પથ્થરો, જગ્યાઓ અથવા લોકોની ઈબાદત કરવાનો નથી. જયારે કે ઇસ્લામ ફક્ત એક અલ્લાહની ઈબાદત કરવાનું કહે છે, જે આકાશો અને જમીન અને જે કઈ પણ તે બંનેની વચ્ચે છે તેનો પાલનહાર અને દરેક વસ્તુઓનો પેદા કરવાવાળો અને દરેક પર કુદરત ધરાવનાર છે.
અલ્લાહ તઆલા કહે છે:
"હું મારો ચહેરો એકાગ્ર થઇ, તેની તરફ કરું છું, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું અને હું શિર્ક (ભાગીદાર ઠેરાવનારા) કરનારાઓ માંથી નથી" [૩૦૨]. (અલ્ અન્આમ:૭૯).
હજ દરમિયાન ભીડને કારણે મૃત્યુ થવું એ થોડા વર્ષો સિવાય જોવા મળ્યું નથી, અને તે સામાન્ય છે કે ભીડને કારણે મૃત્યુ પામેલા લોકો ખૂબ ઓછા છે. જો કે, દારુ પીવાને કારણે મૃત્યુ પામેલા લોકો, દાખલા તરીકે, દર વર્ષે લાખોની સંખ્યામાં મૃત્યુ પામે છે, અને ફૂટબોલ મેદાનો અને દક્ષિણ અમેરિકાના કાર્નિવલ્સની ભીડમાંથી પીડિતોની સંખ્યા વધુ છે. કોઈ પણ સંજોગોમાં, મૃત્યુ એ એક સત્ય છે, અને અલ્લાહ સાથે મુલાકાત એ એક સત્ય છે, અને આજ્ઞાપાલન માટે મૃત્યુ આજ્ઞાભંગના મૃત્યુ કરતાં વધુ સારું છે.
માલ્કમ એક્સ કહે છે:
"મેં આ પૃથ્વી પર ઓગણીસ વર્ષ વિતાવ્યાં પછી પહેલીવાર, હું દરેક વસ્તુના સર્જનહારની સામે ઊભો રહ્યો અને મને લાગ્યું કે હું એક સંપૂર્ણ માનવ છું, અને મેં મારા જીવનમાં બધા લોકો વચ્ચેના આ ભાઈચારાથી વધુ નિષ્ઠાવાન સાક્ષી નથી જોઈ, અમેરિકાએ ઇસ્લામને સમજવાની જરૂર છે કારણ કે તે એકમાત્ર ધર્મ છે જેની પાસે જાતિવાદની સમસ્યાનો ઉકેલ છે" [૩૦૩]. એક આફ્રિકન-અમેરિકન ઇસ્લામિક ઉપદેશક અને માનવાધિકાર રક્ષક (આફ્રિકન-અમેરિકન) એ અમેરિકામાં ઇસ્લામિક ચળવળની કૂચ ઇસ્લામના અકીદાથી મજબૂત રીતે ભટક્યા પછી તેને સુધારી, અને સાચા અકીદા પર ભાર આપ્યો.