Applicable Translations English Español हिन्दी සිංහල தமிழ் 中文 Русский عربي

એક મુસલમાન એક દિવસમાં પાંચ વખત કેમ નમાઝ પઢે છે?

એક મુસલમાન પયગંબર મુહમ્મદ ﷺ ના ઉપદેશોનું અનુસરણ કરે છે, અને નમાઝ એવી રીતે જ પઢે છે જેવી રીતે નબી ﷺ એ પઢી હતી.

નબી ﷺ એ કહ્યું: "તમે એવી રીતે નમાઝ પઢો જેવી રીતે તમે મને નમાઝ પઢતા જુઓ છો" [૨૯૪]. (આ હદીષને બુખારી રહ. એ રિવાયત કરી છે).

એક મુસલમાન દિવસમાં પાંચ વખત નમાઝ વડે અલ્લાહ સાથે સંપર્ક કરે છે; કારણકે તેને આખા દિવસમાં તેની સાથે વાતચીત કરવાની સખત ઈચ્છા હોઈ છે. અને આ તે સ્ત્રોત છે, જે અલ્લાહ એ તેની સાથે વાતચીત કરવા આપણને આપ્યો છે, અને પોતાની ભલાઈ માટે તેનું પાલન કરવાનો આદેશ આપ્યો છે.

અલ્લાહ તઆલા કહે છે:

"(હે નબી !) જે કિતાબ તમારી તરફ વહી કરવામાં આવી છે, તેને પઢો અને નમાઝ પઢતા રહો, નિ:શંક નમાઝ ખરાબ કાર્યો અને અપરાધ કરવાથી રોકે છે, નિ:શંક અલ્લાહનો ઝિકર ખૂબ જ મોટું કાર્ય છે. તમે જે કંઈ પણ કરી રહ્યા છો તેને અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે" [૨૯૫]. (અલ્ અન્કબૂત: ૪૫).

મનુષ્ય તરીકે, આપણે દરરોજ ફોન પર આપણી પત્ની અને બાળકો સાથે વાતચીત ભાગ્યે જ બંધ કરીએ છીએ, જેનું કારણ તેમની સાથે આપણી ખૂબ મોહબ્બત અને લગાવ છે.

નમાઝની મહત્વતા તેમાં પણ જોવા મળે છે કે જયારે માનવી ખરાબ કૃત્યો તરફ વધે છે તો તેને રોકે છે, અને આત્માને સત્કાર્યો તરફ લઇ જાય છે, અને એવી જ રીતે હંમેશા પોતાના સર્જકના અઝાબથી સચેત કરે છે અને તેની પાસે માફી અને સવાબની ઈચ્છા કરે છે.

એવી જ રીતે માનવીના દરેક કાર્યો ફક્ત અલ્લાહ માટે જ હોવા જોઈએ; કારણકે માનવી માટે સતત પોતાની નિયતને યાદ રાખવી અને તેને સુધારવી મુશ્કેલ છે. જેથી, પાલનહાર સાથે વાતચીત કરવા અને ઈબાદત અને કાર્યો વડે તેની સાથે નિખાલસ લગાવ માટે નમાઝના સમય હોવા જોઈએ, જે દિવસે અને રાત્રે કમસેકમ પાંચ વખત હોઈ, જે દિવસ અને રાતના વધઘટના મહત્વના સમયો જણાવતા હોઈ (ફજર, જોહર, અસર, મગરીબ અને ઈશા).

અલ્લાહ તઆલા કહે છે:

" બસ ! તેમની વાતો પર ધીરજ રાખો અને પોતાના પાલનહારની તસ્બીહ અને તેની પ્રશંસાનું વર્ણન કરતા રહો. સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પહેલાં. રાત્રિના અમુક સમયે પણ અને દિવસના અમુક ભાગમાં પણ તસ્બીહ પઢતા રહો. શક્ય છે કે તમે ખુશ રહેશો" [૨૯૬]. (તોહા: ૧૩૦).

સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત પહેલા: ફજર અને અસરની નમાઝ.

અને રાત્રિના સમયથી: ઈશાની નમાઝ.

અને દિવસ દરમિયાન: જોહર અને મગરિબની નમાઝ.

દિવસ દરમિયાન થતા તમામ કુદરતી ફેરફારોને આવરી લેવા અને તેના નિર્માતા અને ઉત્પત્તિને યાદ કરવા માટે પાંચ નમાઝો છે.

શા માટે મુસ્લિમો કાબા તરફ મોઢું કરીને નમાઝ પઢે છે?

અલ્લાહ તઆલાએ કઅબાહ [૨૯૭], પવિત્ર ઘર, નમાઝ માટેનું પ્રથમ ઘર અને ઈમાનવાળાઓ માટે એકતાનું પ્રતીક બનાવ્યું કારણ કે વિશ્વભરના તમામ મુસ્લિમો નમાઝના સમયે વર્તુળો બનાવે છે અને મધ્યમાં મક્કા આવે છે. કુરઆન બંદાઓ અને પ્રકૃતિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાના ઘણા દ્રશ્યો રજૂ કરે છે જેમ કે પયગંબર દાઉદ સાથે પર્વતો અને પક્ષીઓનું તસ્બીહ કરવું અને તિલાવત કરવી. "અને અમે દાઉદ પર પોતાની કૃપા કરી (અને પર્વતોને આદેશ આપ્યો હતો કે) હે પર્વતો ! દાઉદ સાથે મન લગાવી અલ્લાહના નામની તસ્બીહ કરો અને પક્ષીઓને પણ (આ જ આદેશ આપવામાં આવ્યો છે) અને અમે તેના માટે લોખંડને નરમ કરી દીધું હતું" [૨૯૮]. ઇસ્લામ એક કરતાં વધુ જગ્યાઓ પર પુષ્ટિ કરે છે કે સમગ્ર બ્રહ્માંડ તેના તમામ જીવો સાથે સૃષ્ટિના પાલનહારને તસ્બીહ અને પવિત્રતા વર્ણન કરે છે. અલ્લાહ તઆલા એ કહ્યું: (સબા: ૧૦).

"અલ્લાહ તઆલાનું પ્રથમ ઘર (ઈબાદત કરવાનું સ્થળ) જે લોકો માટે નક્કી કરવામાં આવ્યું તે જ છે ,જે મક્કામાં છે, જે સમ્રગ સૃષ્ટિના લોકો માટે બરકત અને હિદાયતનું કારણ છે" [૨૯૯]. (આલિ ઇમરાન: ૯૬). પવિત્ર કાબા એક ચોરસ આકારનું માળખું છે, લગભગ સમઘન જેવું. તે મક્કામાં પવિત્ર મસ્જિદની મધ્યમાં આવેલું છે. તેમાં દરવાજો છે પણ બારી નથી. તેની અંદર કંઈ નથી અને તે કોઈની કબર નથી, બલ્કે તે નમાઝ માટે ખંડ છે. કાબાની અંદર નમાઝ પઢનાર મુસલમાન કોઈપણ દિશામાં જઈ શકે છે. સમગ્ર ઇતિહાસમાં તે ઘણી વખત નવીકરણ કરવામાં આવ્યું હતું. ઇબ્રાહિમ અ.સ. અને તેમના પુત્ર ઇસ્માઇલ અ.સ. સાથે મળીને તેનો પાયો ઉભો કરનાર પ્રથમ હતા. તેના એક ખૂણામાં કાળો પથ્થર આવેલો છે. એવું માનવામાં આવે છે કે તે આદમ (અ.સ.) ના સમયનો છે; જો કે, તેની પાસે કોઈ અલૌકિક શક્તિ નથી પરંતુ તે મુસ્લિમો માટે પ્રતીકનું પ્રતિનિધિત્વ કરે છે.

પૃથ્વીનો ગોળાકાર સ્વભાવ, દિવસ અને રાત્રિનું પરિવર્તન અને કાબાની ફરતે તેમની પરિક્રમા સાથે મુસ્લિમો તેમની સાથે જોડાતાં અને કાબાની દિશા તરફ મુખ રાખીને પૃથ્વી પરના વિવિધ સ્થળોએથી દરરોજ તેમની પાંચ નમાજ અદા કરે છે. વિશ્વના પાલનહારની પવિત્રતા વર્ણન કરવા માટે સતત અને શાશ્વત ક્રિયાપ્રતિક્રિયાના સંદર્ભમાં સાર્વત્રિક સિસ્ટમ. તે સર્જક દ્વારા તેમના પયગંબર ઇબ્રાહિમ અ.સ.એ કાબાના પાયા ઉભા કરવા અને તેની પરિક્રમા કરવા માટે સંબોધવામાં આવેલ આદેશ છે, અને અમને નમાઝ દરમિયાન કાબાને અમારા કિબલા (દિશા) તરીકે લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

નમાઝનો કિબ્લો મસ્જિદે અક્સાથી મક્કાહની મસ્જિદે હરામ તરફ કેમ ફેરવી દેવામાં આવ્યો?

સંપૂણ ઈતિહાસમાં મક્કાહનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, લોકો દર વર્ષે દુનિયાના ખુણે ખૂણેથી પણ આવી તેની મુલાકાત લે છે, અને અરબના સંપૂણ લોકો તેની પવિત્રતાનું ધ્યાન રાખે છે, જુના કરારમાં પણ આના વિષે ભવિષ્યવાળી કરવામાં આવી હતી, "બક્કાહની ખીણ માંથી પસાર થઇ તેને ઝરણું બનાવતા હતા" [૩૦૦].

અરબના લોકો અજાણતામાં બૈતુલ્ હરામને પવિત્ર માનતા હતા, અને જયારે પયગંબર મુહમ્મદ ﷺ ને મોકલવામાં આવ્યા તો અલ્લાહ તઆલા એ શરૂઆતમાં કિબ્લો મસ્જિદે અક્સા રાખ્યો, ફરી અલ્લાહ એ તેમને આદેશ આપ્યો કે તેઓ પોતાનું મોઢું ફેરવી બૈતુલ્ હરામ તરફ કરી દે જેથી તે બંને લોકો વચ્ચે ફર્ક થઇ જાય જેઓ અલ્લાહ માટે નિખાલસ અને અલ્લાહના પયગંબરનું અનુસરણ કરનારા છે અને જે લોકો અલ્લાહ અને તેના પયગંબર વિરુદ્ધ છે. કિબ્લો બદલવાનો હેતુ એ હતો કે દિલોને ફક્ત અલ્લાહ માટે નિખાલસ કરી દેવામાં આવે, અને તેને અલ્લાહ સિવાયના દરેક લગાવથી પવિત્ર કરવામાં આવે, તો મુસલમાનો એ આ વાતને અપનાવી લીધી અને પોતાનું મોઢું નવા કિબ્લા તરફ ફેરવી દીધું, જેવું કે નબી ﷺ નો આદેશ હતો, અને યહૂદીઓ મસ્જિદે અક્સા તરફ મોઢું કરી પોતાને સત્ય પર હોવાનો પુરાવો સમજતા હતા. (જુનો કરાર, મઝામીર (ઝબૂર): ૮૪).

અને કિબ્લો બદલવાનો બીજે હેતુ એ પણ હતો કે બની ઇસ્રાઈલના લોકો એ જે અલ્લાહ સાથે વચનભંગ કર્યું હતું તેના બદલામાં તેમની પાસે થી સત્તા લઈને અરબના લોકોને આપવાનો હતો.