Applicable Translations English Español हिन्दी සිංහල தமிழ் 中文 Русский عربي

ઇસ્લામમાં અધિકારો:

ગુલામી વિશે ઇસ્લામનો મંતવ્ય શું છે?

ઇસ્લામ પહેલા લોકોમાં ગુલામીનો રીવાજ હતો, અને તેમાં કોઈ પણ પ્રકારની મર્યાદાઓ ન હતી, ગુલામી વિરુદ્ધ ઇસ્લામની મહેનતનો હેતું સંપૂણ સમાજના દૃષ્ટિકોણ અને માનસિકતાને બદલવાનો હતો, જેથી ગુલામો, તેમની મુક્તિ પછી, દેખાવો, હડતાલ, નાગરિક અસહકાર અથવા તો વંશીય ક્રાંતિનો આશરો લીધા વિના, સમાજના સંપૂર્ણ અને સક્રિય સભ્યો બની જાય. ઇસ્લામનો ધ્યેય આ ઘૃણાસ્પદ શાસનમાંથી બની શકે તેટલુ ઝડપી અને શાંતિપૂર્ણ રીતે છુટકારો મેળવવાનું છે.

ઇસ્લામે શાસકોને પોતાની પ્રજા સાથે ગુલામો જેવો વ્યવહાર કરવાની મંજૂરી નથી આપી, ઇસ્લામે શાસક અને શાસિત બંનેને સ્વતંત્રતા અને ન્યાયની મર્યાદામાં તમામ અધિકારો અને ફરજો પણ આપ્યા છે, એવી જરીતે પ્રાયશ્ચિતો વડે ગુલામોની આઝાદી, સદકા અને પાલનહારની નિકટતા પ્રાપ્ત કરવા માટે ગુલામોને આઝાદ કરી નેકીમાં જલ્દી કરવામાં આવે છે.

અને જો કોઈ સ્ત્રીએ પોતાના માલિકને જન્મ આપ્યો હતો, તો તેને વેચવામાં ન આવે અને તેણી પોતાના માલિકના મૃત્યુ પછી પોતે જ આઝાદી મેળવી લે, દરેક જૂની પરંપરાઓ વિરુદ્ધ ઈસ્લામે એક નિયમ બનાવ્યો કે કોઈ ગુલામ સ્ત્રીનો પુત્ર પોતાના પિતા સાથે જોડાઈ જાય તો તે આઝાદ થઇ જશે. અને તે પણ નિયમ બનાવ્યો કે એક ગુલામ એક નક્કી કરેલ સમયગાળા સુધી પૈસા અથવા મજુરીના પૈસા ચૂકવી પોતે ગુલામી માંથી આઝાદ થઇ શકે છે.

અલ્લાહ તઆલા કહે છે:

"... તમારા દાસો માંથી જે તમને કંઇક આપી, આઝાદ થવા માટે લખાણ કરાવવા ઇચ્છતો હોય અને જો તમને તેઓમાં કોઈ ભલાઇ દેખાતી હોય ..." [૨૪૪]. (અન્ નૂર: ૩૩).

નબી ﷺ માલ, દીન અને પ્રાણની સુરક્ષા માટે લડતા હતા, નબી ﷺ પોતાના સહાબાઓને કેદીઓ સાથે સારો વ્યવહાર કરવાનો આદેશ આપતા હતા. યુદ્ધમાં કેદ થયેલા કેદીઓ પાસે થોડી રકમ આપી અથવા બાળકોને લખતા વાંચવાનું શીખવાડી પોતાની આઝાદી મેળવી શકતા હતા. જેમકે ઇસ્લામમાં કુટુંબના નિયમોમાં છે કે તેના બાળકથી અને એક ભાઈ ને બીજા ભાઈ થી વંચિત કરવામાં નથી આવ્યો.

અને ઇસ્લામ મુસલામનોને તે સેનીકો પર કૃપા કરવાનો આદેશ આપે છે જેઓ આત્મસમર્પણ કરી દે છે.

અલ્લાહ તઆલા કહે છે:

"જો મુશરિકો માંથી કોઇ તમારી પાસે શરણ માંગે તો, તમે તેઓને શરણ આપી દો, જેથી કરીને તે (શાંતિથી) અલ્લાહનો કલામ સાંભળી શકે, પછી તે વ્યક્તિને પોતાની શાંતિની જગ્યાએ પહોંચાડી દો, આ એટલા માટે કે તેઓ જ્ઞાન નથી ધરાવતા" [૨૪૫]. (અત્ તૌબા: ૬).

ઇસ્લામે ગુલામોને મુસ્લિમ નાણાં અથવા રાજ્યની તિજોરીમાંથી ચૂકવણી કરીને પોતાને આઝાદ કરવામાં મદદ કરવાની શક્યતા પણ નક્કી કરી છે, જેમ કે પયગંબર ﷺ તેમના અને તેમના સાથીઓ જાહેર મિલકત ગુલામોને મુક્ત કરવા માટે ખંડણી ઓફર કરી હતી.

માતા-પિતા અને સંબંધીઓના અધિકારો અંગે ઇસ્લામનું મંતવ્ય શું છે?

અલ્લાહ તઆલા કહે છે:

"અને તમારા પાલનહારે નિર્ણય કરી દીધો છે કે તમે તેના સિવાય બીજા કોઈની ઈબાદત ના કરશો, અને માતા-પિતા સાથે સદવર્તન કરજો અને જો તમારી હાજરીમાં તેમના માંથી એક અથવા બન્ને વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય તો તેમને “ઉફ” પણ ન કહેશો, ન તો તેમને ઠપકો આપશો, પરંતુ તેમની સાથે સભ્યતાથી વાત કરજો (૨૩) અને વિનમ્રતા તથા પ્યારભર્યા અંદાજથી તેમની સામે પોતાના બાજુ ઝુકાયેલા રાખજો અને દુઆ કરતા રહેજો કે હે મારા પાલનહાર ! તેમના પર તેવી જ રીતે દયા કર જેવી રીતે તેમણે મારા બાળપણમાં મારું ભરણપોષણ કર્યું" [૨૪૬]. (અલ્ ઇસ્રા: ૨૩-૨૪).

"અને અમે માનવીને પોતાના માતા-પિતા સાથે સદવર્તન કરવાનો આદેશ આપ્યો છે, તેની માઁ એ તેને કષ્ટ વેઠીને ગર્ભમાં રાખ્યો અને કષ્ટ વેઠીને તેને જનમ આપ્યો, તેના ગર્ભ અને દુધ છોડવવાનો સમયગાળો ત્રીસ મહીનાનો છે, ત્યાં સુધી કે જ્યારે તે પોતાની પુખ્તવયે અને ચાલીસ વર્ષે પહોંચયો તો કહેવા લાગ્યો “ હે મારા પાલનહાર ! મને સદબુધ્ધિ આપ કે હું તારી તે નેઅમત નો આભાર માનું, જે તે મારા પર અને મારા માતા-પિતા પર ઇનામ કરી છે, અને હું એવા સદકાર્યો કરૂં , જેનાથી તું પ્રસન્ન થાય અને તું મારી સંતાનને પણ પ્રામાણીક બનાવ, હું તારી તરફ જ માફી માંગુ છું અને હું મુસલમાનો માંથી છું" [૨૪૭]. (અલ્ અહકાફ: ૧૫).

"અને સગાંસંબંધીઓ તથા લાચારો અને મુસાફરોના હક પૂરા કરતા રહો અને ઇસ્રાફ (ખોટા ખર્ચા)થી બચો" [૨૪૮]. (અલ્ ઇસ્રા: ૨૬).

પાડોશીના હક અંગે ઇસ્લામનું વલણ શું છે?

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "અલ્લાહની કસમ તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, તે વ્યક્તિ મોમિન નથી, પૂછવામાં આવ્યું હે અલ્લાહના રસૂલ ﷺ કોણ? આપ ﷺ એ કહ્યું કે તે વ્યક્તિ જેનો પાડોશી તેના તકલીફ આપવાથી સુરક્ષિત ન હોય" [૨૪૯]. (બુખારી અને મુસ્લિમ).

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "પાડોશી પોતાના પાડોશી માટે શુફઅહનો વધારે હક ધરાવે છે અર્થાત (જો તેમની મિલકત વેચવી હોય તો સૌ પ્રથમ પાડોશીને ખરીદવાનો અધિકાર રહેશે) જો તે ગેરહાજર હોય તો તેની રાહ જોવામાં આવશે, જ્યારે બન્ને પાડોશીના અવર જવરનો એક જ માર્ગ હોય" [૨૫૦]. (મુસ્નદ અલ્ ઈમામ અહમદ).

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "ઓ અબુ ઝર, જો તમે શેરવો રાંધો તો તેમાં પાણીનું પ્રમાણ વધારી દો અને થોડું તમારા પાડોશીઓને પણ આપજો" [૨૫૧]. (આ હદીષને ઈમામ મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે).

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "જેની પાસે જમીનનો ટુકડો છે અને તે તેને વેચવા માંગે છે, તો તે તેના પાડોશીને પ્રાથમિકતા આપે." [૨૫૨]. (સુનન ઇબ્ને માજહમાં આ હદીષ સહીહ છે).