Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

પ્રાણીઓના અધિકારો અંગે ઇસ્લામનું મંતવ્ય શું છે?

અલ્લાહ તઆલા કહે છે:

"અને જેટલાં પ્રકારના જાનવરો ધરતી પર હરે-ફરે છે અને જેટલાં પ્રકારના પક્ષીઓ, જેઓ પોતાની બન્ને પાંખો વડે ઉડે છે,તે બધા તમારા જેવા જ સર્જનીઓ છે, અમે તેમની પણ તકદીર લખવામાંકોઈ વસ્તુ છોડી નથી, પછી સૌ પોતાના પાલનહાર સમક્ષ ભેગા કરવામાં આવશે" [૨૫૩]. [અલ્ અન્આમ: ૩૮].

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "એક સ્ત્રીને એક બિલાડીના કારણે અઝાબ આપવામાં આવ્યો, થયું એવું કે તે સ્ત્રીએ તે બિલાડીને કેદ કરી લીધી, અહીં સુધી કે તે મરી ગઈ, તે સ્ત્રીને તે બિલાડીના કારણે જહન્નમમાં નાખી દેવામાં આવી, જ્યારે તેને કેદ કરી તો ન તો તેણીએ તેને ખવડાવ્યું ન તો પીવડાવ્યું અને ન તો તે બિલાડીને આઝાદ કરી, જેથી તે બિલાડી જમીનના કિડા મંકોડા તો ખાઈ લેતી" [૨૫૪]. (બુખારી અને મુસ્લિમ).

અલ્લાહના રસૂલ ﷺ એ કહ્યું: "એક વ્યક્તિએ એક કુતરું જોયું જે તરસનાં કારણે જમીન ચાટી રહ્યું હતું, તો તેણે પોતાનો મોજો લીધો અને તે કુતરાની તરસ ખતમ ન થાય ત્યાં સુધી (તેને પાણી પીવડાવ્યું) તેણે અલ્લાહનો શુકર અદા કર્યો અને અલ્લાહ તઆલાએ તેને જન્નતમાં પ્રવેશ આપ્યો" [૨૫૫]. (આ હદીષને ઈમામ બુખારી અને મુસ્લિમ રહ. એ રિવાયત કરી છે).

શું કુરઆનમાં પર્યાવરણીય સમસ્યાઓ વિશે વર્ણન થયું છે?

અલ્લાહ તઆલા કહે છે:

"અને દુનિયામાં સુધારો કર્યા પછી વિદ્રોહ ન ફેલાવો, અને તમે અલ્લાહ તઆલાને ડર તેમજ આશા સાથે પોકારો, નિ:શંક અલ્લાહ તઆલાની કૃપા સત્કાર્ય કરવાવાળાની નજીક છે" [૨૫૬] [અલ્ અઅરાફ: ૫૬].

"ધરતી અને સમુદ્રમાં લોકોના અપરાધના કારણે વિદ્રોહ ફેલાઇ ગયો, એટલા માટે કે તેમને તેમના કેટલાક કરતુતોનો બદલો અલ્લાહ તઆલા ચખાડી દે, શક્ય છે કે તેઓ સુધારો કરી લે" [૨૫૭] [અર્ રૂમ: ૪૧].

"જ્યારે તે પાછો ફરે છે તો ધરતી પર અત્યાચાર ફેલાવવા, ખેતી અને પેઢીને બરબાદ કરવા માટેના પ્રયત્નો કરે છે અને અલ્લાહ તઆલા અત્યાચારને પસંદ કરતો નથી" [૨૫૮]. [અલ્ બકરહ: ૨૦૫].

"અને ધરતીમાં વિવિધ પ્રકારના ભાગ એકબીજા સાથે જોડાયેલ છે અને (તેમાં) દ્રાક્ષના બગીચાઓ છે અને ખેતરો અને ખજૂરીના વૃક્ષો છે, કેટલાકના મૂળીયા ઝમીન સાથે ભેગા હોય છે અને કેટલાક ભેગા નથી હોતા, સૌને એક જ પ્રકારનું પાણી આપવામાં આવે છે, તો પણ સ્વાદમાં અમે કોઈ ફળને સ્વાદીષ્ટ બનાવી દઈએ છીએ અને (કોઈ ફળને સ્વાદીષ્ટહિન). આમાં પણ બુદ્ધિશાળી લોકો માટે ઘણી નિશાનીઓ છે" [૨૫૯]. (અર રઅદ: ૪).

ઇસ્લામ સામાજિક અધિકારોને કેવી રીતે જાળવી રાખે છે?

ઇસ્લામ આપણને શીખવે છે કે સામાજિક ફરજો પ્રેમ, દયા અને અન્યો માટે આદર પર આધારિત હોવી જોઈએ.

તે ધોરણો અને માપદંડો નિર્ધારિત કરે છે અને સમાજને જોડતા તમામ સંબંધોને લગતા અધિકારો અને ફરજોને વ્યાખ્યાયિત કરે છે.

અલ્લાહ તઆલા કહે છે:

"અને અલ્લાહ તઆલાની બંદગી કરો અને તેની સાથે કોઇને ભાગીદાર ન ઠેરવો, માતા-પિતા સાથે સારું વર્તન કરો તેમજ સગાંસંબંધીઓ, અનાથો, લાચારો, નજીકના પાડોશી, અજાણ પાડોશી, સહવાસીઓ, પોતાની સાથે સફર કરનાર તે સૌ સાથે સારો વ્યવહાર કરો, અને તેઓ ગુલામ તેમજ બાંદીઓ સાથે પણ, જેઓના તમે માલિક છો, નિ:શંક અલ્લાહ તઆલા ઘમંડ કરનાર, ઇતરાવનારાઓને પસંદ નથી કરતો" [૨૬૦]. [અન્ નિસા: ૩૬].

"... તેણીઓ સાથે ઉત્તમ તરીકાથી વર્તન કરો ભલેને તમે તેણીઓને પસંદ ન કરો, પરંતુ શક્ય છે કે તમે કોઇ વસ્તુને ખરાબ સમજો અને અલ્લાહ તઆલાએ તેમાં ઘણી જ ભલાઇ મૂકી હોય" [૨૬૧]. [અન્ નિસા: ૧૯].

"હે મુસલમાનો ! જ્યારે તમને કહેવામાં આવે કે મજલિસોમાં થોડા ખુલ્લા બેસો તો તમે ખુલ્લા બેસી જાવ, જેથી અલ્લાહ તમને વધારે આપશે, અને જ્યારે કહેવામાં આવે કે ઉભા થઇ જાવ તો તમે ઉભા થઇ જાવ, અલ્લાહ તઆલા તમારા માંથી તે લોકોના દરજા બુલંદ કરી દેશે, જે ઇમાન વાળાઓ છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, અને અલ્લાહ તઆલા (દરેક કાર્યથી) જે તમે કરી રહ્યા છો (ખુબ જ ) વાકેફ છે" [૨૬૨]. [અલ્ મુજાદલહ: ૧૧].

ઇસ્લામે બાળકને દત્તક લેવાની મનાઈ કેમ કરી?

ઇસ્લામ અનાથની દેખરેખ કરવા પર આગ્રહ કરે છે, અને અનાથની બાંયધરી લેનારને અનાથ સાથે પોતાના બાળકો જેવું વર્તન કરવાનો આદેશ આપે છે, પરંતુ અનાથને તેના વાસ્તવિક પરિવારને જાણવાનો અધિકાર આપે છે, તેના પિતાના વારસા પરના તેના અધિકારને બચાવે છે અને વંશના મિશ્રણથી બચાવે છે.

એક પશ્ચિમી છોકરીની વાર્તા, જેણે ત્રીસ વર્ષ પછી અચાનક જાણ્યું કે તે દત્તક લીધેલી પુત્રી છે અને તેણે આત્મહત્યા કરી લીધી, દત્તક કાયદામાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુરાવો છે. જો તેઓએ તેને બાળપણથી કહ્યું હોત, તો તેઓએ તેના પર દયા કરી હોત અને તેણીને તેના પરિવારની શોધ કરવાની તક આપી હોત.

અલ્લાહ તઆલા કહે છે:

"બસ ! તમે કોઈ અનાથ પર કઠોર વ્યવહાર ન કરશો" [૨૬૩]. (અઝ્ ઝુહા: ૯).

"તમને દૂનિયા અને આખિરતના કાર્યો અને અનાથો વિશે પણ સવાલ કરે છે તમે કહી દો કે તેઓની ઇસ્લાહ કરવી ઉત્તમ છે, તમે જો તેઓનું (ધન) પોતાના ધન સાથે ભેગું પણ કરી લો, તો છેવટે તો તેઓ તમારા ભાઇ જ છે, અને અલ્લાહ બગાડનાર અને ઇસ્લાહ કરવાવાળાને સારી રીતે જાણે છે અને જો અલ્લાહ ઇચ્છતો તો તમને કઠણાઇઓમાં નાખી દેત, નિઃશંક અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે" [૨૬૪]. (અલ્ બકરહ: ૨૨૦).

"અને જ્યારે વિરાસતના માલની વહેંચણીના સમયે સબંધીઓ (જે હકદાર ન હોય તેઓ સંબંધી તેમજ અનાથો અને લાચાર લોકો આવી પહોંચે તો તમે તેમાંથી તેઓને પણ થોડુંક આપી દો. અને તેઓની સાથે નમ્રતાથી વાત કરો" [૨૬૫]. (અન્ નિસા: ૮).