Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

નબી (સંદેશવાહક) અને પયગંબર વચ્ચે શું તફાવત છે?

નબી (સંદેશવાહક) તે છે, જેની તરફ વહી કરવામાં આવી હોઈ, અને તેને કોઈ નવો સંદેશ અથવા કોઈ નવો તરીકો આપ્યો ન હોઈ, અને પયગંબર તે છે, જેને અલ્લાહ એ એક તરીકો અને શરિઅત (કાનૂન) સાથે મોકલ્યો હોઈ, જે તેની કોમ પ્રમાણે હોઈ, ઉદાહરણ તરીકે (તૌરાત જે પયગંબર મૂસા તરફ ઉતારવામાં આવી, ઇન્જિલ જે મસીહ તરફ ઉતારવામાં આવી, કુરઆન જે નબી મુહમ્મદ તરફ અને ઈબ્રાહીમના સહીફા (શાસ્ત્રો) અને ઝબૂર જે દાવૂદ પર ઉતારવામાં આવ્યા).

અલ્લાહ એ કેમ માનવીઓ પાસે માનવીને જ પયગંબર બનાવીને મોકલ્યો, ફરિશ્તાને કેમ નહીં?

માનવી પાસે માનવીને જ મોકલવા વધુ યોગ્ય હતું કારણ કે તેમની ભાષામાં વાત કરતો અને તેમના માટે એક આદર્શ તરીકે હોતો, અને જો અલ્લાહ તેમના માટે એક ફરિશ્તાને પયગંબર બનાવીને મોકલતો તો તે તે કાર્યો કરતો જે તેમના માટે અશક્ય હોત, અને તેઓ દલીલ આપતા કે આ ફરિશ્તો છે અને જે તે કરી શકે છે એ અમેં નથી કરી શકતા.

અલ્લાહ તઆલા કહે છે:

'તમે તેમને કહી દો કે જો ધરતી પર ફરિશ્તાઓ હરતા-ફરતા, અને રહેતા હોત તો અમે પણ તેમની પાસે કોઈ આકાશના ફરિશ્તાને જ પયગંબર બનાવી મોકલતા" [૧૭૪]. (અલ્ ઇસ્રા: ૯૫).

" અને જો અમે (પયગંબર) તરીકે ફરિશ્તાને ઉતારતા, તો અમે તેને માણસ જ બનાવતા અને અમે તેમને તે જ શંકામાં નાખી દેતા, જે શંકા તેઓ અત્યારે કરી રહ્યા છે" [૧૭૫]. (અલ્ અન્આમ: ૯).

તે વાતનો શું પુરાવો છે કે અલ્લાહ પોતાના સર્જન સાથે વહી દ્વારા વાતચીત કરે છે?

અલ્લાહ પોતાના સર્જક સાથે વહી દ્વારા કેવી રીતે વાત કરે છે તેની દલીલો:

૧- હિકમત: ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ઘર બનાવે છે, ફરી તે ઘરને પોતે કોઈ પણ ફાયદો ઉઠાવ્યા વગર છોડી દે છે, ન તો બીજાને ફાયદો પહોંચાડે છે અહીં સુધી કે પોતાની સંતાનને પણ નહીં, તો આપણે તેને સ્વાભાવિક રીતે એક મુર્ખ અથવા જાલિમ વ્યક્તિ સમજીએ છીએ, - તો અલ્લાહ માટે તો સર્વ શ્રેષ્ઠ ઉદાહરણો છે- તો સૃષ્ટિનું સર્જન અને આકાશો અને જમીનને માનવી માટે આધીન કર્યા છે તેની ઘણી હિક્મતો છે.

૨- ફિતરત: માનવીની અંદર તેની સત્યતા છે, વ્યક્તિના મૂળ, વ્યક્તિના અસ્તિત્વના સ્ત્રોત અને આવા અસ્તિત્વ પાછળના હેતુને જાણવાની મજબૂત કુદરતી વૃત્તિ હોય છે, અને ખરેખર માનવીની ફિતરત (વૃત્તિ) હંમેશા તેના અસ્તિત્વની શોધ તરફ દોરે છે. જોકે માનવી એકલો પોતાના સર્જકના ગુણો, પોતાના અસ્તિત્વ અને પોતાના ભાગ્યના હેતુને જાણી નથી શકતો, સિવાય એ કે અદ્રશ્ય શક્તિઓ દ્વારા, જે અલ્લાહ પયગંબરોને મોકલી આ સત્યતાને સ્પષ્ટ કરે છે.

આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો એ આકાશી સંદેશામાં પોતાનો માર્ગ શોધી લીધો છે, જયારે કે બીજા લોકો હજુ સુધી પોતાની પથભ્રષ્ટતામાં સત્યતાની શોધમાં છે, અને તેઓ ધરતીના ભૌતિકની આગળ શું છે તે વિચારતા જ નથી.

૩- અખલાક (નૈતિકતા): પાણી માટે આપણી તરસ, પાણીના અસ્તિત્વનો પુરાવો છે આપણા જાણતા પહેલા, એવી જ રીતે ન્યાય પ્રત્યે આપણી ઈચ્છા ન્યાય કરવાવાળાના અસ્તિત્વનો પુરાવો છે.

ખરેખર માનવી જીવનની ખામીઓ અને લોકો જે એક બીજા સાથે અન્યાય કરે છે તે જુએ છે, અને તે એ વાત પર યકીન નથી રાખતો કે જીવન જાલિમનું જુલમ થી અને જેના પર જુલમ કરવામાં આવ્યું છે તેની વંચિતતા થી ખત્મ થઇ જશે. પરતું જ્યારે તે વિચારે છે કે કયામત પછીના જીવનમાં આ દરેક વસ્તુઓનો બદલો લેવામાં આવશે ત્યારે તેના મનને શાંતિ મળે છે. અને એમાં કોઈ શંકા નથી કે જે વ્યક્તિને તેના કાર્યો વિષે પૂછપરછ કરવામાં આવશે તો તેને હિદાયત, પ્રોત્સાહન, ધમકી વિના છોડવામાં આવશે નહીં, આ જ ધર્મની ભૂમિકા છે.

વર્તમાન જેટલા પણ આકાશી ધર્મો અને તેમના અનુયાયીઓ પોતાના એક સ્ત્રોતનું અનુસરણ કરે છે, તે સર્જકનો પોતાના સર્જન સાથે સંબંધનો સીધો પુરાવો છે. જો નાસ્તિકો તે વાતનો ઇન્કાર કરે કે પાલનહારે કોઈ પયગંબર અથવા કોઈ આકાશી પુસ્તકો નથી ઉતાર્યા, તો તેમનું અસ્તિત્વ એક હકીકત અને મજબૂત પુરાવા તરીકે પુરતું છે, તે માનવીનું પોતાના સર્જક સાથે વાતચીત કરવું અને પોતાની અંદરની કુદરતી તરસને તૃપ્ત કરવાની માનવીની તીવ્ર ઈચ્છા છે.