Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

સર્જકના ગુણો કયા છે, અને તેને અલ્લાહ કેમ કહેવામાં આવે છે?

મધ્ય પૂર્વમાં, ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને મુસ્લિમો ઇલાહનો ઉલ્લેખ કરવા માટે "અલ્લાહ" શબ્દનો ઉપયોગ કરે છે, તેનો અર્થ એકમાત્ર સાચો ઇલાહ, જે મૂસા અને ઈસાનો ઇલાહ છે, અને સર્જકે પવિત્ર કુરઆનમાં પોતાની ઓળખ "અલ્લાહ" નામ સાથે આપી, પરંતુ તેના બીજા પવિત્ર નામો અને ગુણો છે. તદુપરાંત, ઓલ્ડ ટેસ્ટામેન્ટની પ્રારંભિક (જુનો કરાર) આવૃત્તિમાં "અલ્લાહ" શબ્દનો ૮૯ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અને અલ્લાહ તઆલાના ગુણો જે પવિત્ર કુરઆનમાં વર્ણન કરવામાં આવ્યા છે તે નીચે મુજબ છે: અલ્ ખાલિક: સર્જન કરનાર.

તે જ અલ્લાહ છે, જે સર્જન કરનાર, બનાવનાર, સ્વરૂપ આપનાર, તેના દરેક નામ સારા છે, આકાશો અને જમીનમાં જે સર્જન છે, તે સૌ તેની જ તસ્બીહ કરી રહ્યા છે, અને તે વિજયી અને હિકમતવાળો છે.[૨] (અલ્ હશ્ર: ૨૪).

અલ્ અવ્વલ: તે પહેલો છે તેના પહેલો કોઈ વસ્તુ નથી, અલ્ આખિર: તેના પછી કોઈ નથી: "તે જ પ્રથમ છે અને તે જ છેલ્લો છે, તે જ ઝાહિર છે અને તે જ છૂપો અને તે દરેક વસ્તુને ખુબ જ સારી રીતે જાણે છે" .[૩]. (અલ્ હદીદ: ૩).

અલ્ મુદબ્બિર: વ્યવસ્થાપક, અલ્ મુતસર્રિફ: વ્યવસ્થા કરનાર: તે આકાશથી ધરતી સુધી (બધા) કાર્યની વ્યવસ્થા કરે છે....[૪] (અસ્ સજદહ: ૫).

અલ્ અલીમ: બધું જ જાણવાવાળો, અલ્ કદીર: કુદરત ધરાવનાર: ... તે ઘણો જ જ્ઞાનવાળો, ખૂબ જ કુદરતવાળો છે.[૫] (ફાતિર: ૪૪).

તે પોતાના સર્જનમાં કોઈની પણ સુરત અપનાવી જાહેર થતો નથી: ...કોઈ વસ્તુ તેના જેવી નથી, અને તે સાંભળવાવાળો અને જોવાવાળો છે.[૬] (અશ્ શૂરા: ૧૧).ક

તેનો કોઈ ભાગીદાર નથી, ન તો તેની કોઈ સંતાન છે: હે પયગંબર ! કહી દો, અલ્લાહ એક જ છે. (૧) અલ્લાહ બેનિયાજ છે. (૨) ન તો તેનો જન્મ થયો અને ન તો તેણે કોઈને જન્મ આપ્યો. (૩) તેમાં જેવો બીજો કોઈ નથી. [૭] (અલ્ ઇખલાસ: ૧-૪).

અલ્ હકીમ: હિકમતવાળો: ...અને અલ્લાહ તઆલા જાણવાવાળો અને હિકમતવાળો છે. [૮] (અન્ નિસા: ૧૧૧).

અલ્ અદ્લ: ન્યાય કરવાવાળો ... અને તમારો પાલનહાર કોઈ વ્યક્તિ પર સહેજ પર જુલમ નથી કરતો. [૯] (અલ્ કહફ : ૪૯).

સર્જકને કોણે જોયો?

આ પ્રમાણેના સવાલો સર્જક પ્રત્યે ખોટો વિચાર અને તેને સર્જનીઓ સાથે સરખામણી કરવાના કારણે કરતા હોય છે, આ ધારણાને તર્કસંગત અને તાર્કિક બન્ને રીતે રદ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે:

શું કોઈ વ્યક્તિ એક સહેલા પ્રશ્નનો જવાબ આપી શકે છે કે: લાલ રંગની ગંધ શું છે? જો કે આ પ્રશ્નનો કોઈ જવાબ નથી, કારણ કે લાલ રંગનો સુંઘી શકાય એવી વસ્તુઓમાં સમાવેશ કરવામાં નથી આવતો.

તે કંપની જે કોઈ ડિવાઇસ (ઉપકરણ) અથવા વસ્તુ તૈયાર કરતી હોય, ઉદાહરણ તરીકે ટીવી અથવા ફ્રીજ, તો તે કંપની તેના વપરાશ માટે નિયમો અને ઉપયોગ કરવા માટે સૂચનો નક્કી કરતા હોય છે, અને તે બધું એક બુકમાં લખી તેને ડિવાઇસ સાથે આપતા હોય છે. તે ડિવાઇસ ખરીદનાર ઉપભોક્તા જો પોતાની જરૂરત મુજબ તેનાથી ફાયદો ઉઠાવવા માંગતો હોય તો તેણે તે નિયમોનું પાલન કરવું પડશે, આ સમયે ઉત્પાદક તે કાયદાઓનો આધીન નથી.

ઉપરોક્ત ઉદાહરણથી આપણે સમજી શકીએ છીએ કે દરેક કારણ સાથે એક કારણ આપનાર હોય છે, પરંતુ ઇલાહ કારણભૂત નથી, જે વસ્તુઓ બનાવી શકાય છે, તેમાં તેનું વર્ગીકરણ થતું નથી. ઇલાહ દરેક વસ્તુ કરતા પહેલો અને પ્રથમ છે, તે જ મુખ્ય કારણભૂત છે. કાર્યકારણનો નિયમ અલ્લાહના સૃષ્ટિના નિયમોમાંનો એક હોવા છતાં, સર્વશક્તિમાન અલ્લાહ જે ઈચ્છે છે તે કરી શકે છે અને તેમની પાસે શક્તિનો પ્રવાહ છે.