Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

શું ઇસ્લામે મહિલાઓને પુરૂષો સાથે સમાનતાનો હક આપ્યો છે?

એક મુસલમાન સ્ત્રી પોતાના માટે ન્યાયની શોધ કરે છે, સમાનતાની નહીં, પુરુષો સાથે તેમની સમાનતા તેમને ઘણા અધિકાર અને ગુણવત્તાથી વંચિત કરી દે છે. માનીલો કે એક વ્યક્તિના બે છોકરાઓ છે, જેમાંથી એક પાંચ વર્ષનો છે અને બીજો અઢાર વર્ષનો છે, અને તે વ્યક્તિ બંને માટે એક એક ખમીઝ લેવા માંગે છે, અહીં સમાનતા તે છે, તે બન્ને માટે એક જ માપની ખમીઝ લઇ આપે, જેના કારણે એકને તકલીફ થાય છે, પરંતુ ન્યાય તે છે તે બન્ને ના તેમના માપ પ્રમાણે લઇ આપે, અને આ રીતે દરેકને સુખ પ્રાપ્ત થાય છે.

આ સમયે સ્ત્રીઓ એ સાબિત કરવાની કોશિશ કરી રહી છે કે તે બધું કરી શકે છે જે પુરુષ કરે છે, પરંતુ સત્યતા એ છે કે આ બાબતે સ્ત્રી પોતાની વિશિષ્ટતા અને વિશેષ અધિકાર ગુમાવી દે છે, અને અલ્લાહ એ તેમને તે કરવા માટે પેદા કર્યા છે જે કોઈ પુરુષ પણ કરી શકતો નથી. તે સાબિત થયું છે કે બાળજન્મની પીડા સૌથી તીવ્ર પીડાઓમાંથી એક છે. ધર્મ સ્ત્રીને આ થાકના કારણે તેને ઇઝ્ઝત આપવા માટે આવ્યો છે, અને તેણીને તે અધિકાર આપે છે કે તે ભરણપોષણ અને કામ કરવાની જવાબદારી ન ઉઠાવે, અથવા તો તેમની પાસે પોતાના પતિને ભાગીદાર બનાવ્યા વગર મિલકતમાં સંપૂણ અધિકાર છે, જેવું કે પશ્ચિમ માં છે. જયારે કે અલ્લાહ એ પુરુષને બાળજન્મની પીડા સહેન કરવાની શક્તિ નથી આપી, તેણે પુરુષોને પર્વતો પર ચઢવાની શક્તિ આપી, ઉદાહરણ તરીકે.

અને જયારે કોઈ સ્ત્રી પર્વત પર ચઢવાનું, કામ કરવાનું અને મહેનત કરવાનું પસંદ કરે અને તેણી એવો દાવો કરે કે તે આ કામ કરી શકે છે, તો તેણી આ કામ કરી શકે છે, પરંતુ છેલ્લે તો તે જ છે જે બાળકોને જન્મ આપશે અને તેમની પરવરીશ કરશે, અને તેમને દૂધ પિવડાવશે, કારણકે પુરુષ કોઈ પણ સ્થિતિમાં આવું કરી શકતો નથી, તેના માટે બે ઘણું કામ છે જેનાથી તે ઈચ્છે તો બચી શકે છે.

ઘણા લોકો જે નથી જાણતા તે એ છે કે જો કોઈ મુસ્લિમ મહિલા યુનાઈટેડ નેશન્સ દ્વારા પોતાના અધિકારોનો દાવો કરવા માંગે છે, અને ઇસ્લામમાં પોતાના અધિકારો છોડી દેવા માંગતી હોઈ, તો તે તેના માટે નુકસાન કારક હશે, કારણ કે ઇસ્લામમાં તેણીને વધુ અધિકારો છે. ઇસ્લામ એકીકરણ પ્રાપ્ત કરે છે જેના માટે પુરુષો અને સ્ત્રીઓની રચના કરવામાં આવી હતી, જે બધા માટે સુખ પ્રદાન કરે છે.

ઇસ્લામ શા માટે એકથી વધુ શાદી કરવાની પરવાનગી આપે છે?

વૈશ્વિક આંકડાઓ અનુસાર, સ્ત્રી અને પુરુષનો જન્મ દર લગભગ સમાન છે, જો કે તે વૈજ્ઞાનિક રીતે સ્વીકારવામાં આવ્યું છે કે સ્ત્રીઓનો જીવિત રહેવાનો દર પુરુષો કરતાં વધુ છે. યુદ્ધોમાં, પુરુષોની હત્યાની ટકાવારી સ્ત્રીઓ કરતાં વધુ છે. તે વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયું છે કે સ્ત્રીઓની સરેરાશ ઉંમર પુરૂષો કરતા મોટી છે જેના પરિણામે વિશ્વમાં વિધવા મહિલાઓની ટકાવારી પુરૂષ વિધવાઓ કરતાં વધુ છે. આ રીતે આપણે તે નિર્ણય સુધી પહોંચીશું કે દુનિયામાં સ્ત્રીઓની વસ્તી પુરુષો કરતા વધારે છે, તેથી એક પુરુષને ફક્ત એક સ્ત્રી સુધી મર્યાદિત રાખવો તે વ્યવહારિક રીતે યોગ્ય નથી.

એવા સમાજોમાં જ્યાં એક થી વધુ શાદી કરવી કાયદેસર રીતે પ્રતિબંધિત છે, અમે શોધી કાઢ્યું છે કે પુરુષો માટે બહારની સ્ત્રીઓ સાથે અનેક સંબંધો રાખવા સામાન્ય વાત છે, આ એક થી વધુ શાદી ન કરવાનું પરિણામ છે જે તેમના માટે ગેરકાયદેસર છે. આ તે પરિસ્થિતિ છે જે ઇસ્લામ પહેલા પ્રવર્તતી હતી, અને ઇસ્લામ તેને સુધારવા, મહિલાઓના અધિકારો અને ગૌરવને બચાવવા અને તેમને પ્રેમીમાંથી એક એવી પત્નીમાં પરિવર્તિત કરવા આવ્યો હતો જે પોતાના અને પોતાના બાળકો માટે ગૌરવ અને અધિકાર ધરાવતી હોય.

આશ્ચર્યજનક રીતે, આ સમાજોને લગ્ન વિના અથવા સમલૈંગિક લગ્નો તેમજ સ્પષ્ટ જવાબદારી વિના સંબંધો સ્વીકારવામાં અથવા પિતા વિના બાળકોને સ્વીકારવામાં પણ કોઈ સમસ્યા નથી, જો કે તે એક પુરુષ અને એક કરતાં વધુ સ્ત્રી વચ્ચેના કાનૂની લગ્નને સહન કરતું નથી. જ્યારે ઇસ્લામ આ બાબતમાં હિકમત વાળો છે અને સ્ત્રીની ઇઝ્ઝત અને અધિકારોને જાળવવા માટે પુરૂષને એકથી વધુ પત્નીઓ રાખવાની છૂટ આપે છે, જ્યાં સુધી તેની પાસે ન્યાય અને ક્ષમતાની શરત પૂરી કરી શકતો હોય અને તેની ચાર કરતાં ઓછી પત્નીઓ હોય. અને તે સ્ત્રીઓની પણ સ્થિતિ જોઈ લો જેમને એક પણ પતિ ન મળે તો તેમની પાસે એ સિવાય બીજો કોઈ માર્ગ નથી કે તે એક પરણેલા પુરુષ સાથે શાદી કરી લે અથવા તો તે પોતાને રખેલ બનવા માટે માની લે.

જોકે ઇસ્લામે એક થી વધુ શાદી કરવાની પરવાનગી આપી છે, પરંતુ કેટલાક લોકો સમજે છે કે એક મુસલમાનને એક કરતાં વધુ સ્ત્રીઓ સાથે લગ્ન કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

અલ્લાહ તઆલા કહે છે:

"જો તમને ભય હોય કે અનાથ છોકરીઓ સાથે લગ્ન કરી તમે ન્યાય નહી કરી શકો તો બીજી સ્ત્રીઓ માંથી જે પણ તમને પસંદ આવે તમે તેઓ સાથે લગ્ન કરી લો, બે-બે, ત્રણ-ત્રણ, ચાર-ચાર સાથે, પરંતુ જો તમને ન્યાય ન કરવાનો ભય હોય તો એક જ પુરતી છે..."[૨૦૮]. (અન્ નિસા :૩).

કુરઆન એ એક એવી ધાર્મિક પુસ્તક છે જેમાં કહેવામાં આવ્યું કે જો ન્યાયની શરત પૂરી ન થાય તો પુરુષ ફક્ત એક જ શાદી કરે.

અલ્લાહ તઆલા કહે છે:

"તમારાથી એવું તો ક્યારેય નહીં થઇ શકે કે પોતાની દરેક પત્નીઓમાં દરેક રીતે ન્યાય કરો, ભલેને તમે તે બાબતે કેટલીય ઇચ્છા અને મહેનત કરી લો, એટલા માટે ફકત એક જ તરફ ઝુકાવ રાખી બીજી (પત્ની) ને વચ્ચે લટકાવી ન રાખો અને જો તમે સુધારો કરી લો અને ડરવા લાગો તો નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ માફ કરવાવાળો અને દયા કરવાવાળો છે" [૨૦૯]. (અન્ નિસા: ૧૨૯).

દરેક સ્થિતિમાં, લગ્નના કરારમાં એવી શરતનો ઉલ્લેખ કરીને સ્ત્રી તેના પતિની એકમાત્ર પત્ની બનવા માટે હકદાર છે, જે એક આવશ્યક અને બંધનકર્તા શરત છે જેને રદ કરવી શક્ય ન હોઈ.

એક પુરૂષને જે હક છે તેટલો સ્ત્રીને એક જ સમયે ચાર પુરુષો સાથે લગ્ન કરવાનો અધિકાર કેમ નથી?

એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો, જે આધુનિક સમાજમાં ઘણીવાર ગણવામાં આવે છે તે છે ઇસ્લામે મહિલાઓને આપેલો અધિકાર જે તે પુરુષોને આપ્યો નથી. માણસ માત્ર અપરિણીત સ્ત્રીઓ સાથે જ લગ્ન કરી શકે છે, જ્યારે સ્ત્રી કાં તો અપરિણીત અથવા પરિણીત પુરુષ સાથે લગ્ન કરી શકે છે અને આનો હેતુ બાળકોના તેમના વાસ્તવિક પિતાને જવાબદારી આપવા અને તેમના પિતા પાસેથી બાળકોના અધિકારો અને તેમના વારસાનું રક્ષણ કરવા માટે છે. જો કે, ઇસ્લામ એક સ્ત્રીને પરિણીત પુરુષ સાથે લગ્ન કરવાની છૂટ આપે છે, જ્યાં સુધી તેની પાસે ચાર કરતાં ઓછી પત્નીઓ હોય, જો ન્યાયી અને ક્ષમતાની શરત પૂરી થતી હોય. આમ, સ્ત્રીને પુરૂષોમાંથી પસંદગીની વિશાળ શ્રેણીની મંજૂરી આપવામાં આવે છે અને આ પતિની નૈતિકતાથી વાકેફ હોવાને કારણે સહ-પત્ની સાથે કેવી રીતે વ્યવહાર કરવો અને લગ્નમાં કેવી રીતે સંપર્ક કરવો તે શીખવાની તક મળે છે.

વૈજ્ઞાનિક ઉન્નતિને કારણે ડીએનએ ટેસ્ટ દ્વારા બાળકોના હકની જાળવણીની શક્યતા જો આપણે માની લઈએ, તો પણ આવા પરીક્ષણ દ્વારા બાળકો તેમના પિતા સાથે પરિચયને લાયક બનવામાં શું ભૂલ છે? આ તેમની માનસિક સ્થિતિ પર કેવી અસર કરશે? તો પછી એક સ્ત્રી પોતાની આ અસ્થિર મનોદશા સાથે ચાર પુરુષો માટે પત્નીની ભૂમિકા કેવી રીતે નિભાવી શકે? એક જ સમયે એક કરતાં વધુ પુરુષો સાથેના તેના સંબંધોને કારણે થતા ઘણા રોગો.