પવિત્ર કુરઆને આદમના સર્જનની સપૂર્ણ માહિતી આપીને ઉત્ક્રાંતિના ખ્યાલને સુધારે છે.
માનવી પહેલા કઈ વર્ણન કરવા વાળી વસ્તુ ન હતો:
"શું માનવી ઉપર એક એવો સમય પણ વિત્યો છે, જ્યારે તે કઇંજ નોંધપાત્ર વસ્તુ નહતો"[૧૧૪]. (અલ્ ઇન્સાન: ૧).
આદમને શરૂઆતમાં માટીમાંથી બનાવવામાં આવ્યા હતા:
"નિ:શંક અમે મનુષ્યનું સર્જન માટી કણ વડે કર્યું"[૧૧૫]. (અલ્ મુઅમિનૂન: ૧૨).
"જેણે દરેક વસ્તુ ખૂબ સારી રીતે બનાવી અને માનવીની બનાવટ માટી વડે શરૂ કરી" [૧૧૬]. (અસ્ સજદહ: ૭).
"નિઃશંક અલ્લાહ પાસે ઈસાનું ઉદાહરણ આદમ જેવું જ છે, જેમને માટી વડે પેદા કર્યા, પછી કહ્યું કે થઈ જા તો તે થઇ ગઈ"[૧૧૭]. (આલિ ઇમરાન: ૫૯).
આદમ અબુલ્ બશર (માનવીના પિતા) નું સન્માન:
"(અલ્લાહ તઆલાએ) કહ્યું, હે ઇબ્લિસ ! તને તેની સામે સિજદો કરવાથી કેવી વસ્તુએ રોક્યો ? જેનું સર્જન મેં મારા હાથો વડે કર્યું. શું તું અહંકારી બની ગયો છે ? અથવા તો ઉચ્ચ દરજ્જા વાળાઓ માંથી છે?"[૧૧૮]. (સોદ: ૭૫).
બસ માનવીઓના પિતા આદમનું સન્માન ફક્ત તે ન હતું કે તેઓ ફક્ત માટી વડે પેદા કરવામાં આવ્યા હતા, પરંતુ તે હતું કે તેઓ બધા સૃષ્ટિનાના પાલનહારના હાથ વડે સીધા બનાવવામાં આવ્યા હતા, જેવુકે પવિત્ર આયતમાં વર્ણન કરવામાં આવ્યું, અને અલ્લાહના કહેવા પર ફરિશ્તાઓએ અલ્લાહનું અનુસરણ કરતા આદમને સિજદો કર્યો.
"અને (તે સમય પણ યાદ કરો) જ્યારે અમે ફરિશ્તાઓને કહ્યું કે આદમ ને સિજદો કરો, તો ઇબ્લિસ સિવાય સૌ ફરિશ્તાઓએ આદમને સિજદો કર્યો, ઇબ્લીસે ઇન્કાર કર્યો અને ઘમંડ કરવા લાગ્યો અને કાફિરો માંથી થઈ ગયો"[૧૧૯]. (અલ્ બકરહ: ૩૪).
આદમની સંતાનનું સર્જન:
"પછી તેની પેઢીને એક તુચ્છ પાણીના ટીપાં વડે ચલાવી"[૧૨૦]. (અસ્ સજદહ: ૮).
"પછી તેને ટીપું બનાવી, સુરક્ષિત જગ્યાએ મૂકી દીધું.(૧૩) પછી ટીપાને અમે જામેલું લોહી બનાવી દીધું, પછી તે જામેલા લોહીને માંસનો ટુકડો બનાવી દીધો, પછી માંસના ટુકડાને હાડકા બનાવી દીધા, પછી હાડકાઓ પર અમે માંસ ચઢાવી દીધું, પછી બીજી બનાવટમાં તેનું સર્જન કર્યું. બરકતોવાળો છે તે અલ્લાહ, જે શ્રેષ્ઠ સર્જન કરનાર છે"[૧૨૧]. (અલ્ મુઅમિનૂન: ૧૩-૧૪).
"તે છે, જેણે પાણી (ટીપાં) વડે માનવીનું સર્જન કર્યું, પછી (પતિપત્ની) દ્વારા ખાનદાન અને સાસરિયા સંબંધ વાળો બનાવ્યો, અને તમારો પાલનહાર (દરેક વસ્તુ પર) કુદરત ધરાવે છે"[૧૨૨]. (અલ્ ફુરકાન: ૫૪).
આદમની સંતાનનું સન્માન:
"નિઃશંક અમે આદમની સંતાનને ખૂબ જ ઇઝ્ઝત આપી અને તેને ઝમીન તેમજ સમુન્દ્રની સવારીઓ આપી, અને અમે તેમને પવિત્ર રોજી આપી અને અમે તેઓને ઘણા સર્જનીઓ પર પ્રાથમિકતા આપી"[૧૨૩]. (અલ્ ઇસ્રા: ૭૦).
અમે અહીં આદમના વંશના ઉદભવના તબક્કાઓ (નકામું પ્રવાહી, શુક્રાણુ-ટીપ, ગંઠાઈ, ગઠ્ઠો...) અને જીવોના ઉદભવ અને તેઓ કેવી રીતે ગુણાકાર કરે છે તે અંગે ઉત્ક્રાંતિ સિદ્ધાંતમાં શું કહેવામાં આવ્યું છે તે વચ્ચેની સામ્યતાનું અવલોકન કરીએ છીએ.
"તે આકાશો અને ધરતીનું સર્જન કરનાર છે, તેણે તમારા માટે તમારી જાતિ માંથી જોડી બનાવી અને ઢોરોની પણ જોડી બનાવી છે, તમને તે ઝમીનમાં ફેલાવી રહ્યો છે, તેના જેવી કોઇ વસ્તુ નથી, તે જ છે, જે દરેક વાત સાંભળે છે અને બધું જ જુએ છે"[૧૨૪]. (અશ્ શૂરા: ૧૧).
સર્જન સ્ત્રોતની એકતા અને નિર્માતાની એકતા દર્શાવવા માટે અલ્લાહએ આદમના સંતાનની શરૂઆત એક પ્રવાહીમાંથી કરી છે, તેણે આદમને માણસનું સન્માન કરવા અને તેને પૃથ્વી પર ઉપરાજ્ય બનાવવા માટે નિર્માતાની હિકમત પ્રાપ્ત કરવા માટે સ્વતંત્ર રીતે બનાવીને તેને અન્ય તમામ જીવોથી અલગ બનાવ્યો. આદમને કોઈ પિતા કે માતા વિના બનાવવા એ પણ સંપૂર્ણ સર્વશક્તિનો સંકેત છે, અલ્લાહએ ઈસા અ.સ.ને કોઈ પિતા વગર બનાવીને સંપૂર્ણ સર્વશક્તિનો બીજો ચમત્કાર અને લોકો માટે નિશાની બનવા માટે બીજું ઉદાહરણ પણ સ્થાપિત કર્યું.
"નિઃશંક અલ્લાહ પાસે ઈસાનું ઉદાહરણ આદમ જેવું જ છે, જેમને માટી વડે પેદા કર્યા, પછી કહ્યું કે થઈ જા તો તે થઇ ગઈ"[૧૨૫]. (આલિ ઇમરાન: ૫૯).
અને જે ઘણા લોકો ઉત્ક્રાંતિના સિદ્ધાંતને નકારવાનો પ્રયાસ કરે છે, આ તેમની વિરુદ્ધ પુરાવા છે.