Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

શું ઈસ્લામ સહનશીલતાનો આદેશ આપે છે?

ઇસ્લામિક ધર્મ શ્રેષ્ઠ માટે સાથ આપવા, સહનશીલતા અને દલીલ પર આધારિત છે.

અલ્લાહ તઆલા કહે છે:

"(હે નબી !) તમે (લોકોને) પોતાના પાલનહારના માર્ગ તરફ હિકમત અને ઉત્તમ શિખામણ દ્વારા બોલાવો અને તેમની સાથે ઉત્તમ રીતે વાર્તા-લાપ કરો, નિ:શંક તમારો પાલનહાર ગુમરાહ લોકોને ખૂબ સારી રીતે જાણે છે. અને તે લોકોને પણ ખૂબ સારી રીત જાણે છે, જે લોકો સત્ય માર્ગ પર છે"[૯૦]. (અન્ નહલ: ૧૨૫).

કુરઆન મજીદ આકાશી પુસ્તકો માંથી છેલ્લી પુસ્તક છે અને મુહમ્મદ ﷺ નબીઓ માંથી સૌથી છેલ્લા નબી છે, એટલા માટે ઇસ્લામી શરિઅત (ઇસ્લામી કાનૂન) ધર્મના પાયા, નિયમો પર ચર્ચા કરવામો માર્ગ ખોલી આપે છે "ધર્મમાં કોઈ જબરદસ્તી નથી" ઇસ્લામમાં ખાતરીપૂર્વકનો સિદ્ધાંત છે, કોઈને પણ મજબૂત આધારિત ઇસ્લામિક પંથ અપનાવવા માટે ફરજ પાડવામાં ન આવે જો કે વ્યક્તિ અન્યની અવિશ્વસનીયતાનો આદર કરે અને તેને તેના ધર્મને જાળવી રાખવા અને તેને સુરક્ષા અને રક્ષણ આપવાના બદલામાં દેશ પ્રત્યેની તેની ફરજો પૂર્ણ કરે.

આનું એક ઉદાહરણ છે 'ઉમરની એશ્યોરન્સ ઑફ સેફ્ટી પૅક્ટ જે ખલીફા ઉમર બિન ખત્તાબ રઝી. દ્વારા લખવામાં આવેલી કિતાબ છે જે એલિયના લોકો પુરોશ્લમ (જેરૂસલેમ) ના લોકો માટે લખવામાં આવી હતી, જ્યારે મુસ્લિમોએ ૬૩૮ ઇસવીસનમાં તેને જીતી લીધું હતું, જ્યાં તેમણે તેમને તેમના ચર્ચ અને મિલકતો અંગે સુરક્ષા આપી, આ કરારને જેરુસલેમના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજોમાંથી એક ગણવામાં આવે છે.

"શરુ અલ્લાહના નામથી, ઉમર બિન ખત્તાબની તરફથી એલીયાના લોકો માટે, તેઓ પોતાના પ્રાણ, પોતાની સંતાન, પોતાની મિલકત અને પોતાના ચર્ચો પ્રત્યે સુરક્ષિત છે, અને તેને તોડીને વસવાટ કરવામાં ન આવે" [૯૧]. ઇબ્ને બત્રીક: અત્ તારીખુલ્ મજ્મૂઅ અલત્ તહકિક વત્ તસ્દીક, ભાગ: ૨, પેજ: (૧૪૭).

અને જયારે ઉમર રઝી. આ આદેશ આપી રહ્યા હતા ત્યારે નમાઝનો સમય થઈ ગયો હતો, એટલા માટે પેટ્રિઆર્ક સોફ્રોનીયસ એ તેમને ત્યાં નમાઝ પઢવા માટે કહ્યું જ્યાં તેઓ પવિત્ર ચર્ચમાં હતા, પરંતુ ખલીફા એ ઇન્કાર કર્યો, અને કહ્યું: મને ભય છે કે જો હું અહીંયા નમાઝ પઢી લઈશ તો મુસલામનો તમાર ઉપર હાવી થઇ જશે અને કહે શે કે અહીંયા અમારા અમીરે એ નમાઝ પઢી હતી.[૯૨] તારીખ અત્ તબરી, અને મુજરી અદ્ દીન અલ્ ઉલૈમી અલ્ મક્દસી.

ઇસ્લામ બિન મુસ્લિમો સાથે કરેલા કરારો અને વાયદાઓનું સન્માન પણ કરે છે અને તેને પૂર્ણ પણ કરે છે, પરંતુ જે લોકો ધોખો આપે છે અને જો લોકો કરારોનો વિરોધ કરે છે તેમની સાથે સખત છે, અને મુસલમાનો ને તેમની સાથે એક થવાથી રોકે છે.

"હે ઇમાનવાળાઓ ! તે લોકો સાથે મિત્રતા ન કરો, જે લોકોને તમારા કરતા પહેલા કિતાબ આપવામાં આવી હતી, તેમના માંથી અને કાફિરો માંથી એવા લોકોને મિત્ર ન બનાવો, જેઓ તમારા દીનને ઠઠ્ઠામશ્કરી બનાવી બેઠા છે, અને જો તમે ઈમાનવાળા હોવ તો અલ્લાહ તઆલાથી ડરતા રહો"[૯૩]. (અલ્ માઈદહ: ૫૭).

પવિત્ર કુરઆન એક કરતાં વધુ જગ્યાએ સ્પષ્ટ વર્ણન કરે છે જેઓ મુસ્લિમો સાથે લડે છે અને તેમને તેમના ઘરોમાંથી કાઢી મૂકે છે તેમની પ્રત્યે વફાદારીની ગેરહાજરીમાં.

"જે લોકોએ તમારી સાથે દીન વિશે લડાઇ ન કરી હોય અને તમારો દેશનિકાલ પણ ન કર્યા હોય, તો અલ્લાહ તેમની સાથે સદવર્તન અને ન્યાય કરવાથી તમને નથી રોકતો, પરંતુ અલ્લાહ તો ન્યાય કરવાવાળાઓને પસંદ કરે છે (૮) અલ્લાહ તઆલા તમને ફકત તે લોકો સાથે મિત્રતા કરવાથી રોકે છે, જેમણે તમારી સાથે દીન બાબતે ઝઘડો કર્યો અને તમને દેશનિકાલ કરી દીધા અને દેશનિકાલ કરવાવાળાઓની મદદ કરી, જે લોકો આવા ઇન્કારીઓ સાથે મિત્રતા રાખશે તો (ખરેખર) આવા લોકો જ જાલિમ છે"[૯૪]. (અલ્ મુમ્તહિનહ: ૮-૯).

કુરઆન મજીદ ઈસા અને મૂસાની કોમના તે સમયના તૌહીદ પરસ્ત (એકેશ્વરવાદીઓ) ના વખાણ કરે છે.

"આ કિતાબવાળાઓ બધા સરખા નથી, પરંતુ તે કિતાબવાળાઓમાં એક જૂથ (સત્ય પર) અડગ રહેવાવાળું પણ છે, જે રાત્રિના સમયે અલ્લાહની કિતાબ પઢે છે અને સિજદા પણ કરે છે. (૧૧૩) આ લોકો અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઇમાન પણ રાખે છે, સદકાર્યોનો આદેશ આપે છે અને ખરાબ કાર્યોથી રોકે છે અને ભલાઇના કાર્યોમાં જલ્દી કરે છે, આ સદાચારી લોકો છે"[૯૫]. (આલિ ઇમરાન: ૧૧૩-૧૧૪).

"નિંશંક કિતાબવાળાઓ માંથી કેટલાક એવા પણ છે જે અલ્લાહ તઆલા પર ઇમાન લાવે છે અને તમારી તરફ જે અવતરિત કરવામાં આવ્યું છે અને તેઓની તરફ જે અવતરિત કરવામાં આવ્યું તેના પર પણ, અલ્લાહ તઆલાથી ડરે છે અને અલ્લાહ તઆલાની આયતોને નજીવી કિંમતે વેચતા પણ નથી, તેઓનું વળતર તેઓના પાલનહાર પાસે છે, ખરેખર અલ્લાહ તઆલા નજીક માંજ હિસાબ લેવાવાળો છે"[૯૬]. (આલિ ઇમરાન: ૧૯૯).

"જે લોકો (જાહેરમાં) ઈમાન લાવ્યા છે અને જેઓ યહુદી, ઇસાઇ અથવા સાબી (નાસ્તિક) હોય, તેમના માંથી જે કોઇ પણ અલ્લાહ પર અને કયામતના દિવસ પર ઇમાન લાવશે અને સદકાર્યો કરશે તો તેઓનો બદલો તેઓના પાલનહાર પાસે છે અને તેઓને ના તો કોઇ ભય છે અને ન તો કોઈ નિરાશા"[૯૭]. (અલ્ બકરહ: ૬૨).