Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

ઇમાનના અરકાન:

ઈમાનના અરકાન ક્યાં છે, જેના વગર એક મુસલમાનનું ઈમાન સાચું નથી હોઈ શકતું?

ઇમાનના અરકાન નીચે પ્રમાણે છે:

અલ્લાહ પર ઈમાન: "એવો અકીદો રાખવો કે અલ્લાહ દરેક વસ્તુનો પાલનહાર અને માલિક છે, અને તે એક જ છે, અને તે એકલો જ પેદા કરનાર છે, અને તે જ ઈબાદત, આજીજીને પાત્ર છે. અને તે દરેક સંપૂર્ણ ગુણોને પાત્ર છે, અને દરેક ખામીથી પાક અને પવિત્ર છે" [૭૦]. "સિયાજુલ્ અકીદતુલ્ ઈમાન બિલ્લાહ", અબ્દુલ્ અઝીઝ અર્ રાજિહી, (પેજ: ૯).

ફરિશ્તાઓ પર ઈમાન: તેમના અસ્તિત્વ પર યકીન રાખવું અને માનવું કે તે એક નૂર દ્વારા બનાવેલું સર્જન છે, જેઓ અલ્લહનું અનુસરણ કરે છે અને તેની અવજ્ઞા કરવાથી બચે છે.

આકાશી પુસ્તકો પર ઈમાન: તેમાં તે દરેક પુસ્તકનો સમાવેશ થાય છે, જે અલ્લાહ તરફથી તેના પયગંબર પર ઉતારવામાં આવી છે, તેમાંથી એક ઇન્જીલ જે મૂસા પર ઉતારવામાં આવી, અને તૌરાત જે ઈસા પર ઉતારવામાં આવી, અને ઝબૂર જે દાવૂદ પર ઉતારવામાં આવી, અને ઈબ્રાહીમ અને મૂસાના સહીફા [૭૧]. અને કુરઆન જે મુહમ્મદ ﷺ પર ઉતારવામાં આવ્યું, આ પુસ્તકોની મૂળ નકલોમાં તૌહીદ (એકેશ્વરવાદ)નો સંદેશ છે, જેનો અર્થ છે કે માત્ર સર્જક પર યકીન ધરાવવું અને તેની ઈબાદત કરવી, પરંતુ તે પુસ્તકોમાં ફેરફાર થઇ ગયો, કુરઆન આવ્યા પછી કુરઆન અને ઇસ્લામી શરિઅતે તે પુસ્તકોને મન્સૂખ (રદ) કરી દીધી.

નબીઓ અને પયગંબરો પર ઈમાન.

આખિરતના દિવસ પર ઈમાન: કયામતના દિવસ પર ઈમાન રાખવું કે તે દિવસે અલ્લાહ તઆલા લોકોને હિસાબ અને બદલા માટે ઉભા કરશે.

તકદીરના નિર્ણયો પર ઈમાન: અલ્લાહના સર્જનની તકદીર (ભાગ્ય) પર તે રીતે ઈમાન રાખવું કે અલ્લાહ બધું પહેલાથી જ જાણતો હતો અને જે કઈ પણ થાય છે તેની હિકમત પ્રમાણે થાય છે.

એહસાનનો દરજ્જો ઇમાન પછી આવે છે અને તેનો ધર્મમાં ઉંચ્ચ દરજ્જો છે, એહસાનનો અર્થ પયગંબર ﷺ ના શબ્દો દ્વારા જાણવા મળે છે, જેમ કે તેમણે કહ્યું: "એહસાન તે છે કે તમે બંદગી એવી રીતે કરો, જેવું કે તમે અલ્લાહને જોઈ રહ્યા છો, અને જો તમે તેને જોઈ નથી શકતા તો તે તો તમને જોઈ જ રહ્યો છે"[૭૨]. હદીષે જિબ્રઈલ, જે ઈમામ બુખારી રહ. એ રિવાયત કરી છે, (૪૭૭૭) અને ઈમામ મુસ્લિમ રહ. એ પણ એ જ પ્રમાણે રિવાયત કરી છે(૯).

કોઈ પણ ભૌતિક ઇનામ કે લાભ મેળવ્યા વિના અને લોકોના આભાર અને પ્રસંશા વિના દરેક કાર્યોને ફક્ત અલ્લાહની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કરવાનું નામ એહસાન છે, અને તેને પ્રાપ્ત કરવા માટે સંપૂણ કોશિશ કરવી. અને તે દરેક કાર્યો ફક્ત નબી ﷺ ની સુન્નત પ્રમાણે હોઈ અને તેની નિયત ફક્ત અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવી હોઈ, સમાજમાં સારા કાર્યો કરનારાઓ લોકો માટે એક સફળ નમુનો હોઈ છે, જેઓ અન્ય લોકોને ધાર્મિક અને દુન્યવી બંને સારા કાર્યો કરવા માટે પ્રેરિત કરે છે, ફક્ત અલ્લાહની પ્રસન્નતા મેળવવા માટે, તેમના હાથ દ્વારા, અલ્લાહ સમાજમાં વિકાસ અને વૃદ્ધિ, માનવ જીવનની સમૃદ્ધિ અને દેશનો વિકાસ અને પ્રગતિ કરશે.