Applicable Translations English Español हिन्दी සිංහල தமிழ் 中文 Русский عربي

ઇસ્લામની મધ્યસ્થતા:

ઇસ્લામે સામાજિક સંતુલન કેવી રીતે પ્રાપ્ત કર્યું?

ઇસ્લામના સામાન્ય નિયમોમાંથી એક જણાવે છે કે સંપત્તિ અલ્લાહની છે અને લોકોને તેની સોંપણી કરવામાં આવે છે અને તે સંપત્તિ ફક્ત ધનિકોમાં જ ફરતી ન હોવી જોઈએ. ઇસ્લામ ગરીબો અને જરૂરિયાતમંદોને ઝકાત દ્વારા તેનો નાનો હિસ્સો આપ્યા વિના સંપત્તિનો સંગ્રહ કરવાની મનાઈ ફરમાવે છે, જે એક ઈબાદતનું કાર્ય છે, જે માણસને બલિદાનને પ્રાધાન્ય આપવામાં મદદ કરે છે અને કંજુસતા અને બખીલીને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

અલ્લાહ તઆલા કહે છે:

"અલ્લાહ તઆલા આ ગામડિયા લોકોથી જે (માલ) પણ પોતાના પયગંબરને અપાવે, તે માલ અલ્લાહ, પયગંબર, સગા- સબંધીઓ ,અનાથો, લાચારો અને મુસાફરો માટે છે, જેથી તે (માલ) તમારા ધનવાનોના હાથમાં જ ફરતો ન રહી જાય અને જે કંઇ પણ તમને પયગંબર આપે, લઇ લો, અને જેનાથી રોકે, રુકી જાવ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, નિ:શંક અલ્લાહ તઆલા સખત સજા આપનાર છે" [૧૮૪]. (અલ્ હશ્ર : ૭).

"અલ્લાહ અને તેના પયગંબર પર ઇમાન લાવી દો અને તે વસ્તુઓ માંથી ખર્ચ કરો, જેના તમે નાયબ બનાવવામાં આવ્યા છો, જે લોકો તમારા માંથી ઇમાન લાવ્યા અને ખર્ચ કર્યું તેમના માટે ભવ્ય સવાબ છે" [185]. (અલ્ હદીદ: ૭).

"જે લોકો સોનું અને ચાંદી ભેગું કરીને રાખે છે અને અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા, તેઓને તમે દુ:ખદાયી અઝાબની ખુશખબર આપી દો"[૧૮૬]. (અત્ તોબા: ૩૪).

તેમજ ઇસ્લામ તમામ લોકોને, જે સક્ષમ છે, કામ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

અલ્લાહ તઆલા કહે છે:

"તે તો છે, જેણે તમારા માટે જમીનને નિમ્ન અને આજ્ઞાવર્તી બનાવી દીધી છે, જેથી તમે તેના રસ્તાઓ પર હરતા ફરતા રહો અને અલ્લાહની રોજી માંથી ખાઓ (પીઓ), તેની જ તરફ (તમારે) જીવિત થઇ પાછું ફરવાનું છે" [૧૮૭]. (અલ્ મુલ્ક: ૧૫).

ઇસ્લામ વાસ્તવમાં, એક એવો ધર્મ છે, જે કામની કદર કરે છે અને અલ્લાહ સર્વશક્તિમાન આપણને તવક્કુલ (અલ્લાહ પર નિષ્ક્રિયપણે નિર્ભર રહેવા)ને બદલે તવક્કુલ (અલ્લાહ પર નિર્ભરતા) અપનાવવાનો આદેશ આપે છે. તવક્કુલ માટે નિશ્ચય, ખંત અને ઉપલબ્ધ માધ્યમોના ઉપયોગની જરૂર છે, ત્યારબાદ અલ્લાહના હુકમ અને ચુકાદાને સામે પોતાને સપૂર્ણ રજૂ કરી દેવા જોઈએ.

પયગંબર ﷺ (તેમના પર અલ્લાહની શાંતિ અને સલામતી) એ અલ્લાહ પર તેની નિર્ભરતાની અભિવ્યક્તિ તરીકે તેની ઊંટને છૂટી છોડવા માંગતા વ્યક્તિને કહ્યું:

"તેને બાંધો અને પછી (અલ્લાહ પર) ભરોસો રાખો." [૧૮૮] . (સહીહ તિર્મિઝી).

આ રીતે એક મુસલમાન જરૂરી સંતુલન પ્રાપ્ત કરે છે.

ઇસ્લામ એ વ્યર્થ ખર્ચ કરવાને રોકે છે અને જીવનના ધોરણને નિયંત્રણ કરવા માટે વ્યકતિત્વનું સ્તર ઉંચું કરે છે, આ સમજણ કે ઇસ્લામમાં સંપત્તિનો ખયાલ ફક્ત જરૂરી જરૂરિયાત પૂરી પાડવા પુરતો જ નથી, પરંતુ વ્યક્તિ એ શું ખાવું, પહેવું, જીવવું, લગ્ન કરવા, હજ કરવી, અને સદકો કરવો પણ છે.

અલ્લાહ તઆલા કહે છે:

"અને જેઓ ખર્ચ કરતી વખતે ઇસ્રાફ (ખોટો ખર્ચ) નથી કરતા, ન કંજુસાઇ કરે છે, પરંતુ તે બન્ને વચ્ચે સુમેળતાભરી રીતે ખર્ચ કરે છે"[૧૮૯]. (અલ્ ફુરકાન: ૬૭).

ઇસ્લામની દૃષ્ટિએ ગરીબ તે છે, જેણે આ પ્રકારનું જીવન ધોરણ પ્રાપ્ત કર્યું ન હોઈ, જેથી તે પોતાના વતનમાં જીવનની ગુણવત્તા પ્રમાણે પોતાની જરૂરી જરૂરિયાત પૂરી કરી શકે, અને જ્યાં સુધી જીવનની ગુણવત્તા વધતી જશે તેમ તેમ ગરીબીની વધુ વાસ્તવિકતા વધતી જશે. ઉદાહરણ તરીકે જો કોઈ સમાજમાં એવો રીવાજ હોય કે દરેક કુટુંબ માટે એક અલગ અને સ્વતંત્ર ઘર હોઈ, તો પછી તેમાં કોઈ ચોક્કસ કુટુંબનું સ્વતંત્ર ઘર મેળવવાની નિષ્ફળતા એ ગરીબીનું એક સ્વરૂપ માનવામાં આવે છે, આના આધારે, સંતુલનનો અર્થ એ છે કે દરેક વ્યક્તિને (પછી ભલે તે મુસલમાન હોય કે ઝિમની (તે બિન મુસ્લિમ જે મુસલમાનોના વતનમાં કર વેરો ભરી રહેતો હોઈ)) તે સમયે સમાજની ક્ષમતાઓને અનુરૂપ હોય તે હદે સમૃદ્ધ બનાવવું.

ઇસ્લામ જાહેર એકતા દ્વારા સમાજના દરેક સભ્યોની જરૂરિયાતોની પૂર્ણતાની ખાતરી આપે છે, એક મુસલમાન બીજા મુસલમાનનો ભાઈ છે, અને તેને સમર્થન આપવું તેના માટે ફરજિયાત છે, તેથી દરેક મુસલમાનોની ફરજ બને છે કે સમાજમાં કોઈ પણ ગરીબ ન હોવો જોઈએ.

નબી ﷺ એ કહ્યું:

"એક મુસલમાન બીજા મુસલમાનનો ભાઈ છે, ન તો તે તેના પર જુલમ કરે અને ન તો તેને તકલીફ પહોંચાડે, અને જે વ્યક્તિ જ્યાં સુધી પોતાના ભાઈની જરૂરત પુરી પાડવામાં વ્યસ્ત રહે ત્યાં સુધી અલ્લાહ તેની જરૂરત પુરી કરતો રહે છે, અને જે વ્યક્તિ કોઈ મુસલમાનની એક તકલીફ દૂર કરે છે તો અલ્લાહ કયામતના દિવસની તકલીફો માંથી એક તકલીફ દૂર કરે છે, અને જે વ્યક્તિ એક મુસલમાનની ખામી પર પરદો કરે તો અલ્લાહ કયામતના દિવસે તેની ખામીઓ પર પરદો કરે છે"[૧૯૦]. (સહીહ બુખારી).