Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

છેલ્લા નબી:

પયગંબર મુહમ્મદ કોણ છે, અને તેમના પયગંબર હોવાની સાચી દલીલ શું છે?

પયગંબર મુહમ્મદ ﷺ તેઓ: અરબના એક ખાનદાન કુરૈશ જે મુહમ્મદ બિન અબ્દુલ્લાહ બિન અબ્દુલ્ મુત્તલિબ બિન હાશિમ છે, જેઓ મક્કાહમાં રહેતા હતા અને તે ઈસ્માઈલ બિન ઈબ્રાહીમની સંતાન માંથી હતા.

જેવું કે જુના કરારમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અલ્લાહ એ ઈસ્માઈલમાં ઘણી બરકત આપી હતી, અને તેમની સંતાનમાં એક મહાન કોમ પેદા કરવાનો વચન આપ્યું હતું.

" જ્યાં સુધી ઈસ્માઈલની વાત છે, મેં તમારી પાસેથી સાંભળ્યું હતું, હું તેને બરકત આપીશ અને તેને ફળદાયી બનાવીશ, અને તેને ખુબ વધારીશ, તે બાર બાદશાહોને જન્મ આપશે, અને હું તેમને એક મહાન કોમ બનાવીશ"[૧૩૬]. (અલ્ અહદુલ્ કદીમ (જુનો કરાર), સિફ્રુત્ તક્વીન૧૭: ૨૦).

આ એક મહાન પુરાવો છે કે ઈસ્માઈલ ઈબ્રાહીમના સાચે જ પુત્ર હતા. (અલ્ અહદુલ્ કદીમ (જુનો કરાર), સિફ્રુત્ તક્વીન ૧૧: ૧૬).

"અને પાલનહારના ફરિશ્તાઓ એ તેને કહ્યું, કે જો તું ગર્ભવતી છે, અને પુત્રને જન્મ આપશે, અને તું તેનું નામ ઈસ્માઈલ રાખજે; કારણકે પાલનહારે તારી મુસીબત સાંભળી લીધી છે"[૧૩૭]. (અલ્ અહદુલ્ કદીમ (જુનો કરાર), સિફ્રુત્ તક્વીન ૧૬: ૩).

"તો ઈબ્રાહીમ પોતાની પત્ની સારાને તેની દાસી હાજર સાથે લઇ મિસર હિજરત કરી, દસ વર્ષ કન્આનમાં રહ્યા પછી સારા એ પોતાની દાસીને હાજરને ઈબ્રાહીમની પત્નીબનાવી દીધી"[૧૩૮].

પયગંબર મુહમ્મદનો જન્મ મક્કાહમાં થયો, અને તેમના જન્મ પહેલા તેમના પિતા મૃત્યુ પામી ચુક્યા હતા, અને તેમની માતા પણ મૃત્યુ પામી ગયા હતા, જયારે તેઓ નાના હતા પછી તેમની દેખરેખ તેમના દાદાએ કરી, ફરી તેમના દાદ પણ મૃત્યુ પામ્યા તો તેમની દેખરેખ તેમના કાકા અબૂ તાલિબે કરી.

તેઓ પોતાની પ્રમાણિકતા અને અમાનતદારી માટે જાણીતા હતા, તેઓ તે સમયના અજ્ઞાની લોકો સાથે મેળાપ રાખતા ન હતા, ન તો તેમની સાથે મોજ-મસ્તી અને રમત-ગમતમાં, નાચ-ગાન કરતા હતા, ન તો દારૂ પીતા હતા, અને આ બધું તેમને મંજૂર નહોતું, ફરી નબી ﷺ મક્કાહની નજીક એક પર્વત ( ગારે હીરા)માં ઈબાદત માટે જવા લાગ્યા, ફરી તેમના પર આજ જગ્યા એ વહી ઉતારવા લાગી, તો તેમની પાસે અલ્લાહ તરફથી એક ફરિશ્તો આવ્યો, ફરિશ્તા એ તેમણે કહ્યું: પઢો. પઢો, અને નબી ﷺ ન તો પઢેલા હતા ન તો તેમને લખતા આવડતું હતું, તો નબી ﷺ એ કહ્યું: હું પઢેલો નથી, અર્થાત્ હું પઢવામાં સારો નથી, ફરિશ્તા એ ફરી કહ્યું, તો નબી ﷺ એ કહ્યું: હું પઢેલો નથી, ફરી ફરિશ્તા એ બીજી વખત કહ્યું, અને તેમણે મજબૂતી સાથે ગળે લગાવ્યા, અહીં સુધી કે તેઓ ભીંચાઈ ગયા, ફરી કહ્યું પઢો, તો નબી ﷺ એ કહ્ય: હું પઢેલો નથી, અર્થાત્ હું પઢવામાં સારો નથી, ફરી તેમણે ત્રીજી વખત મારી સાથે આવું જ કર્યું અને કહ્યું: "પઢો, તમારા તે પાલનહારના નામથી જેણે પેદા કર્યા (૧) તેણે માનવીને એક લોહીના લોથડાથી પેદા કર્યા (૨) પઢો પોતાના તે પાલનહારના નામથી જે ઇઝ્ઝત વાળો છે. (૩) તેણે કલમ વડે શીખવાડ્યું (૪) માનવીને તે શીખવાડ્યું, જે તે જાણતો ન હતો" [૧૩૯]. (અલ્ અલક: ૧-૫).

આ તેમના પયગંબર હોવાની સાચી દલીલ છે:

આ આપણેન તેમના જીવન ચરિત્રમાં મળે છે કે તેઓ એક સાચા અને પ્રમાણિક વ્યકિત તરીકે ઓળખાતા હતા. અલ્લાહ તઆલા એ કહ્યું:

"અને (હે નબી! ) આ પહેલા તમે કોઇ કિતાબ પઢી શકતા ન હતા અને ન કોઇ કિતાબને પોતાના હાથ વડે લખી શકતા હતા, જો આ પ્રમાણે હોત તો બાતિલ લોકો શંકા કરતા હોત" [૧૪૦]. (અલ્ અન્કબૂત: ૪૮).

અને નબી તે પહેલા વ્યક્તિ છે કે તેમણે જે વાત તરફ લોકોને બોલાવ્યા તે વાત પર પોતે પણ અમલ કરી બતાવ્યો, અને તેઓ આ બોલાવવા પર કોઈ દુન્યવી પુરસ્કાર માંગતા ન હતા, બસ તેમણે ગરીબ, ઉદાર, દયાળુ અને વિનમ્રતા ભર્યું જીવન પસાર કર્યું, અને તેઓ લોકોમાં સૌથી વધુ કુરબાની (બલિદાન) આપનાર અને સૌથી વધુ પરહેઝગાર હતા. અલ્લાહ તઆલા એ કહ્યું:

"આ જ લોકો એવા છે, જેમને અલ્લાહ તઆલાએ હિદાયત આપ્યું હતું, તો તમે પણ તેઓના માર્ગ પર ચાલો, તમે કહી દો કે હું તમારા પાસેથી તે વિશે કંઈ વળતર નથી ઇચ્છતો, આ તો ફકત સમગ્ર માનવજાતિ માટે એક શિખામણ છે"[૧૪૧]. (અલ્ અન્આમ: ૯૦).

અલ્લાહ તઆલા એ તેમની તરફ ઉતારેલી આયતો વડે પોતાના પયગંબર હોવાની સત્યતા રજુ કરી, અને તે આયતો બલીગ હતી જે તેમણે માનવ શબ્દોથી ઉંચ્ચ કરતી હતી. અલ્લાહ તઆલા એ કહ્યું:

"શું આ લોકો કુરઆનમાં ચિંતન નથી કરતા? જો આ અલ્લાહ તઆલા સિવાય બીજા કોઇ તરફથી હોત તો ખરેખર તેમાં ઘણો જ વિવાદ જોતા' [૧૪૨]. (અન્ નિસા: ૮૨).

"અથવા તો તે લોકો એમ કહે છે કે આ કુરઆનને તેણે જ ઘડી કાઢ્યું છે, તમે તેમને જવાબ આપી દો કે જો તમે પોતાની વાતમાં સાચા છો તો તમે પણ આના જેવી જ દસ સૂરતો ઘડેલી લઇને આવો અને અલ્લાહના સિવાય જેને ઇચ્છો પોતાની સાથે બોલાવી લો"[૧૪૩]. (હૂદ: ૧૩).

"પછી જો આ લોકો તમારો કોઈ જવાબ ન આપે, તો તમે જાણી લો કે આ લોકો પોતાની મનેચ્છાઓનું અનુસરણ કરી રહ્યા છે અને તેના કરતા વધારે પથભ્રષ્ટ કોણ હોઈ શકે છે, જેઓ અલ્લાહની હિદાયતને છોડીને પોતાની મનેચ્છાઓ પાછળ પડેલ છે? નિ:શંક અલ્લાહ તઆલા જાલિમ લોકોને સત્ય માર્ગદર્શન નથી આપતો" [૧૪૪]. (અલ્ કસસ: ૫૦).

અને જ્યારે મદીનામાં લોકોએ અફવા ફેલાવી કે ઈબ્રાહીમના જે નબીﷺ ના સંતાન હતા તેમના મૃત્યુના કારણે સૂર્ય ગ્રહણ થયું છે, નબી ﷺ એ તેમને સંબોધિત કર્યા અને એક વાક્ય કહ્યું જે દરેક માટે શિખામણ હતી , જે આજ સુધી સૂર્યગ્રહણ વિશે અસંખ્ય દંતકથાઓ અપનાવે છે, તેમણે ચૌદ સદીઓ પહેલાં સ્પષ્ટ અને સ્પષ્ટપણે કહ્યું હતું:

" સૂર્ય અને ચંદ્ર અલ્લાહની નિશાનીઓ માંથી બે નિશાનીઓ છે, કોના મ્રત્યુ કે જીવના કારણે તેમાં ગ્રહણ નથી લાગતું, બસ જયારે તમે ગ્રહણ જુઓ તો અલ્લાહની યાદ અને નમાઝમાં લાગી જાઓ" [૧૪૫]. (સહીહ બુખારી).

જો તેઓ એક જુઠા પયગંબર હોત તો આ સમયનો ફાયદો ઉઠાવતા અને લોકોને પોતાના પયગંબર હોવાની ખાતરી આપતા.

અને આ પણ તેમના પયગંબર હોવાની સાચી દલીલ છે જુના કરારમાં તેમનું નામ અને તેમના ગુણો વર્ણન કરવામાં આવ્યું છે.

"કિતાબ કોઈ એવા વ્યક્તિને આપવામાં આવે છે, જે પઢવાનું નથી જાણતા, અને તેમના કહેવામાં આવશે: આ પઢો, તે કહેશે: મને કેવી રીતે પઢવું એ આવડતું નથી" [૧૪૬]. (અલ્ અહદુલ્ કદીમ (જુનો કરાર), સિફ્ર અશ્ઈયાઅ ૨૯: ૧૨).

ભલેને મુસલામનો તે વાત પર યકીન રાખતા ન હોઈ કે જુના સમય અને નવા સમયની બે કિતાબો જે આ સમયે જોવા મળે છે તેમાં ફેરફાર થઇ જવાના કારણે અને તે બંને અલ્લાહ તરફથી છે, પરંતુ તે બંને મહત્વના સાચા સ્ત્રોત છે, જે તૌરાત અને ઇન્જિલ છે, (જે અલ્લાહ એ પોતાના બે નબી મૂસા અને ઈસા પર ઉતારી હતી). જેથી, આ જૂની અને નવી બંને સમયની કિતાબમાં જોવા મળે છે તે અલ્લાહ તરફ થી છે, અને મુસલામનો અકીદો ધરાવે છે કે જો આ ભવિષ્યવાળી સાચી છે જે નબી મુહમ્મદ ﷺ વિષે ચર્ચા કરે છે, તો તે જે સહીહ તૌરાત બાકી રહી છે તેમાંથી છે.

ખરેખર મુહમ્મદ ﷺ જે સંદેશા તરફ બોલાવે છે તે ફક્ત ઈમાન છે, અને ઈમાન તે (એક અલ્લાહમાં માનવું અને ફક્ત તેની જ ઈબાદત કરવી) આ જ સંદેશો આપણા પહેલાના દરેક પયગંબરોનો હતો, અને આપ ﷺ એ આ સંદેશો દરેક લોકો સુધી પહોંચાડીયો. જેમકે કુરઆનમાં વર્ણન કરવામાં આવ્યું છે:

"તમે કહી દો કે હે લોકો ! હું તમારી સૌની તરફ તે અલ્લાહનો પયગંબર છું જેનું સામાર્જ્ય આકાશો અને ધરતી પર છે, તેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, તે જ જીવન આપે છે અને તે જ મૃત્યુ આપે છે, તો અલ્લાહ તઆલા પર ઈમાન લાવો અને તેના અભણ પયગંબર પર, જે અલ્લાહ તઆલા પર અને તેના આદેશો પર ઈમાન ધરાવે છે અને તેનું જ અનુસરણ કરો, જેથી તમે સત્યમાર્ગ પર આવી જાઓ" [૧૪૭]. (અલ્ અઅરાફ: ૧૫૮).

મસીહ (ઈસા) ના વખાણ જમીનમાં કોઈએ નથી કર્યા જેટલા મુહમ્મદ ﷺ એ કર્યા.

નબી ﷺ એ કહ્યું: "હું ઇસા બિન મરયમની વધુ નજીક છું, પહેલા અને છેલ્લે, સહાબાઓ એ કહ્યું: કેવી રીતે? હે અલ્લાહના પયગંબર !, નબી ﷺ એ કહ્યું: દરેક પયગંબરો અલ્લાતી ભાઈ (જેના પિતા એક હોઇ) અને માં ઓ જુદી જુદી હોઈ, અને તેમનો દિન એક જ છે, બસ અમારી વચ્ચે કોઈ નબી નથી (મારી અને ઈસા વચ્ચે)" [૧૪૮]. (સહીહ મુસ્લિમ).

અને મસીહ ઈસાનું નામ કુરઆનમાં નબી મુહમ્મદ ﷺ કરતા વધુ વર્ણન કરવામાં આવ્યું છે (૪ વારની જગ્યા એ ૨૫ વાર વર્ણન કરવામાં આવ્યું છે)

ઈસાની માતા મરયમને સમગ્ર દુનિયાની સ્ત્રીઓ પર પ્રાથમિકતા આપવામાં આવી, જેવું કે કુરઆનમાં વર્ણન કરવામાં આવ્યું.

એ સિવાય મરયમ જ છે, જેનું નામ લઇ કુરઆનમાં વર્ણન કરવામાં આવ્યું.

અને કુરઆનમાં એક સંપૂણ સૂરત મરયમના નામની વર્ણન કરવામાં આવી છે. [૧૪૯]. "અય્નુન્ અલલ્ હકીકહ" લેખક: ફાતેન સબરી, www.fatensabri.com

આ નબી ﷺ તેમની સત્યતાનો સૌથી મોટો પુરાવો છે, જો તે કોઈ જુઠા નબી હોતા તો પોતાની પત્નીઓ, પોતાની માતા અને પોતાની પુત્રીઓના નામ વર્ણન કરતા, અને જો તે જુઠા નબી હોતા તો મસીહના ક્યારેય વખાણ ન કરતા અને ન તો તેમના પર ઈમાન લાવવાને મુસલમાનોના ઈમાનનો એક સ્તંભ ગણાવતા.

પયગંબર મુહમ્મદ અને આજના કોઈપણ પાદરી વચ્ચે એક સરળ સરખામણી કરવાથી જ આપણને તેમની પ્રામાણિકતાનો અહેસાસ થશે. તેણે પૈસા, પ્રતિષ્ઠા અથવા તો કોઈપણ પુરોહિત પદની દ્રષ્ટિએ તેમને ઓફર કરેલા તમામ વિશેષાધિકારોને નકારી કાઢ્યા, તેથી તે મોમિનો પાપોની કબૂલાત કરવા અથવા માફ કરવા તૈયાર ન હતા. તેના બદલે, તેણે તેના અનુયાયીઓને સીધા સર્જક તરફ વળવાનો આદેશ આપ્યો.

તેમની નબૂવ્વતની સત્યતાની સૌથી મોટી નિશાનીઓમાંની એક એ છે કે તેમની દઅવતનો ફેલાવો, લોકો દ્વારા તેનો સ્વીકાર કરવો, અને પાલનહાર દ્વારા તેમને સફળતા આપવામાં આવી, માનવ ઇતિહાસમાં પાલનહારે ક્યારેય ખોટા નબૂવ્વતના દાવેદાર માટે સફળતા નક્કી કરી નથી.

અંગ્રેજ ફિલસૂફ થોમસ કાર્લાઈલે (૧૮૮૧-૧૭૯૫) કહ્યું: "આ યુગના કોઈપણ સંસ્કારી વ્યક્તિ માટે તે શું વિચારે છે તે સાંભળવું એ ખૂબ જ શરમજનક બાબત છે, કે ઇસ્લામ ધર્મ જૂઠો છે, મુહમ્મદ એક છેતરપિંડી કરનાર વ્યક્તિ છે અને તે આવી વાતોની જે અફવા છે તેની સામે આપણે લડવું પડશે.” આ વાહિયાત અને શરમજનક વાતો, કારણ કે પયગંબરે જે સંદેશો આપ્યો તે હજુ પણ ૧૨ સદીઓ સુધી, આપણા જેવા લગભગ ૨૦ કરોડ લોકો માટે, પાલનહાર દ્વારા બનાવવામાં આવેલ, એક ચમકતો દીવો છે. જેણે આપણને બનાવ્યા છે. શું તમે ક્યારેય જોયું છે કે જૂઠું બોલનાર માણસ ધર્મ બનાવી શકે છે અને તેનો ફેલાવો કરી શકે છે? અલ્લાહની કસમ ! તે માણસ, જૂઠો માણસ ઈંટોનું ઘર બનાવી શકતો નથી, કારણ કે જો તે ચૂનાના ગુણધર્મોથી વાકેફ નથી, પ્લાસ્ટર, ગંદકી અને તેના જેવા, તો પછી તે શું છે જે ઘર બનાવે છે? તેના બદલે, તે કાટમાળનો ટેકરી છે અને સામગ્રીના મિશ્રણનો ઢગલો છે. આત્માઓનો, પરંતુ તે લાયક છે કે તેના થાંભલા તૂટી પડે છે, અને તે તૂટી પડે છે, જેમ કે જો તે ક્યારેય અસ્તિત્વમાં ન હોત.” [૧૫૦]. "અબ્તાલ" નામની કિતાબ