Applicable Translations English Español हिन्दी සිංහල தமிழ் 中文 Русский عربي

અંતિમ આકાશીય કિતાબ:

કુરઆન શું છે?

કુરઆન એ સૃષ્ટિના ઇલાહ દ્વારા મોકલવામાં આવેલ અંતિમ પુસ્તક છે. જો કે મુસલમાન દરેક કિતાબ પર ઈમાન ધરાવે છે, જે કુરઆન પહેલા ઉતારવામાં આવી જેવા કે (ઇબ્રાહિમનાં સહિફા, ઝબૂર, તૌરાત અને ઇન્જિલ... વગેરે), મુસ્લિમો માને છે કે તમામ પુસ્તકો દ્વારા આપવામાં આવેલો સાચો સંદેશ તોહીદ છે, એટલે કે અલ્લાહ પર ઈમાન ધરાવવું અને તેની જ ઈબાદત કરવી. જો કે કુરઆન, અગાઉના આકાશીય પુસ્તકોથી વિપરીત, ફક્ત ચોક્કસ શ્રેણી અથવા જૂથ માટે મોકલવામાં આવ્યુ ન હતું, અને તેના વિવિધ સંસ્કરણો નથી, અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેના બદલે, તે બધા મુસ્લિમો માટે એક પુસ્તક છે. અને કુરઆનનું લખાણ હજી પણ તેની મૂળ ભાષા (અરબી)માં છે, કોઈપણ ફેરફાર, વિકૃતિ અથવા હેરફેર વિના, અને તે હજી પણ આપણા સમય સુધી સાચવેલ છે, અને તે એવું જ રહેશે, સૃષ્ટિના પાલાન્હારે તેને સાચવવાનું વચન આપ્યું છે. તે બધા મુસલમાનોના હાથમાં પ્રસારિત થાય છે, અને ઘણા મુસલમાનોએ કુરઆન મજીદને મોઢે યાદ પણ કર્યું છે, અને કુરઆનના વર્તમાન અનુવાદો ઘણી ભાષાઓમાં અને લોકોના હાથમાં છે, તે કુરઆનના અર્થ અને અનુવાદ સિવાય બીજું કંઈ નથી. સૃષ્ટિના પાલનહારે અરબો અને બિન અરબોને આ પ્રમાણે કુરઆન લાવવા માટે ચેલેન્જ કર્યું છે, તે જાણીને કે તે સમયે અરબો વકતૃત્વ, અને કવિતામાં અન્ય લોકો પર સરદાર હતા, પરંતુ તેઓ જાણતા હતા કે આ કુરઆન અલ્લાહ સિવાય કોઈનું કલામ નથી, આ ચેલેન્જ ચૌદ સદીઓથી કરતા પણ વધુ સમયથી હ્યું છે અને કોઈ પણ આમ કરી શક્યું નથી, અને આ સૌથી મોટો પુરાવો છે કે કુરઆન અલ્લાહ તરફથી છે.

શું પયગંબર મુહમ્મદ ﷺ એ તૌરાત માથી કુરઆન નકલ કર્યું હતું?

જો કુરઆન યહૂદીઓમાંથી હોત, તો તેઓ તેને પોતાને માટે જવાબદાર ઠેરવવામાં સૌથી ઝડપી હોત, શું કુરઆનને ઉતારવાના સમયે યહૂદીઓએ એવો દાવો કર્યો હતો?

શું શરિઅત, વ્યવ્હાર નમાઝ, હજ અને ઝકાતથી અલગ નથી? ત્યાર બાદ આવો આપણે બિન મુસ્લિમ તરફથી કુરઆન બાબતે આવતી ગવાહી અને કુરઆન માનવી તરફ થી ન હોવાના પુરાવા અને તેમાં વિજ્ઞાનીક મુઅજિઝાત (ચમત્કારો) જોઈએ, અને જ્યારે કોઈ મોમિન આ અકીદાને સાચો હોવાનો દાવો કરે છે, જે તેના વિરુદ્ધ હોય તો આ તેની સત્યતાનો મોટો પુરાવો છે. આ સંદેશ એક પાલનહાર તરફથી એક જ હોવો જોઈએ, અને જે કઈ પણ મુહમ્મદ લઈને આવ્યા તે તેમના ધોખો આપવાનો નહીં પરંતુ તે તેમની સત્યતાનો પુરાવો છે. અને અલ્લાહ તઆલાએ અરબો અને બિન અરબોને, જેઓ પોતાની ભાષામાં ઉત્તમ હતા તેમને ચેલેન્જ આપ્યું કે તમે આના જેવી એક આયત પણ લઈ આવો, પરંતુ તેઓ ન લાવી શક્યા અને નિષ્ફળ થયા, આ ચેલેન્જ અત્યાર સુધી બાકી જ છે.

શું પયગંબર મુહમ્મદ ﷺ એ અગાઉની સંસ્કૃતિઓમાંનો કુરઆનમાં ઉલ્લેખ કર્યો છે?

તે પ્રાચીન સંસ્કૃતિના સાચા વિજ્ઞાનમાંનું એક હતું, જેમાં ઘણી દંતકથાઓ અને અંધશ્રદ્ધા સામેલ છે, નિર્જન રણમાં ઉછરેલો ઉમ્મી (અભણ) પયગંબર આ સંસ્કૃતિમાંથી દંતકથાઓ છોડી માત્ર સાચી વાતો નકલ કેવી રીતે કરી શકે?

કુરઆનને અરબી ભાષામાં કેમ ઉતરાવવામાં આવ્યું?

દુનિયામાં ઘણી ભાષાઓ અને લહેજાઓ (વાત કરવાનો તરીકો) છે, જો તેમાંથી કોઈ એક પણ ભાષામાં ઉતારવામાં આવતું તો લોકો હેરાન થઈ જતાં. ખરેખર અલ્લાહ પયગંબરોને તેમની કોમની ભાષામાં જ મોકલે છે, અને અલ્લાહ તઆલાએ મુહમ્મદ ﷺ ને છેલ્લા પયગંબર બનાવીને મોકલ્યા, અને કુરઆનની ભાષા પણ તેમની કોમની છે, અને કુરઆનને કયામત સુધી ફેરફારથી સુરક્ષિત કરી દીધું, તેણે મસીહની કિતાબ માટે ઉદાહરણ તરીકે આરામિક ભાષા પસંદ કરી.

અલ્લાહ તઆલા એ કહ્યું:

"અને અમે જે પયગંબરો પણ મોકલ્યા, તેમણે પોતાની કોમની ભાષામાં જ આદેશો આપ્યા..." [૧૨૬]. (ઈબ્રાહીમ: ૪).

નાસિખ અને મન્સૂખ શું છે?

નાસિખ અને મન્સૂખ એ શરિઅતના આદેશોના નિયમો માથી એક છે, જેમકે કોઈ નવા આદેશ વડે પાછલા આદેશને રોકી દેવો, અથવા એક આદેશને બીજા આદેશ વડે બદલી નાખવો, અથવા કોઈ મર્યાદિત આદેશને સામાન્ય કરવો અને કોઈ સામાન્ય આદેશને મર્યાદિત કરવો, અને શરિઅતમાં આ એક સામાન્ય વાત છે જે આદમ થી ચાલી રહી છે. જેમકે આદમના સમયે ભાઈ બહેનની શાદી થતી હતી પરંતુ પછીની શરિઅત દ્વારા તેને ખતમ કરી દેવામાં આવી; એવી જ રીતે શનિવારે કામ કરવી ઈબ્રાહીમ અને તે પહેલાની શરિઅતમાં જાઈઝ હતું પરંતુ તેને મૂસાની શરિઅતમાં ખતમ કરી દેવામાં આવ્યું, અને અલ્લાહ તઆલાએ બની ઈસ્રાઈલના લોકો જ્યારે એક વાછરડાની પૂજા કરવા લાગ્યા તો આદેશ આપ્યો કે તેઓ પોતે જ પોતાને કતલ કરે, પછી આ આદેશ ખત્મ કરી દેવામાં આવ્યો, વગેરે આ જેવા ઘણા ઉદાહરણો છે, એક આદેશને બીજા આદેશ વડે બદલવો તેજ શરિઅત વડે અથવા બીજી શરિઅત વડે તે શકય, જેમકે અમે પાછળ ઘણા ઉદાહરણો વર્ણન કર્યા.

ઉદાહરણ તરીકે એક ડોક્ટર પોતાના દર્દીનો એક દવા વડે ઈલાજ કરતો હોય છે, જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તે દાવામાં વધારો કે ઘટાડો કરતો રહે છે, આપણે તેને હોશિયાર સમજીએ છીએ, અને અલ્લાહ માટે તો સર્વ શ્રેષ્ઠ ઉદાહરણો છે, તો એક આદેશને બીજા આદેશ વડે બદલવો તે ઈસ્લામના આદેશમાં મહાન સર્જકની હિકમત માથી એક છે.

અબુ બકરના શાસન દરમિયાન કુરઆનને એકત્રિત કરવા અને ઉષ્માનના શાસન દરમિયાન તેને બાળવાનો કિસ્સો શું છે?

પયગંબરે કુરઆનને વિશ્વાસપાત્ર સહાબાઓ દ્વારા લખી રાખ્યું જેથી કરીને તેને વાંચી શકાય અને અન્યને શિખવાડવામાં આવે. અને જ્યારે અબુ બકર રઝી. એ ખિલાફત સંભાળી, તો તેમણે આ સહિફાઓને સંગ્રહ કરવાનો આદેશ આપ્યો જેથી તે એક જગ્યાએ ભેગું થઇ જાય અને તેનો સંદર્ભ લઈ શકાય. અને ઉષ્માન રઝી.ના યુગમાં, તેમણે સહબાઓ પાસે જે અલગ અલગ લહેજાઓના નુસખા અલગ અલગ દેશોમાં હતા તેને બાળી નાખવાનો આદેશ આપ્યો, અને તેમની તરફ એક નવો નુસખો મોકલ્યો, જે મૂળ નુસ્ખા જેમ જ હતો, જે નબી ﷺ છોડી ને ગયા હતા અને જેને અબૂ બકર રઝી. એ એકઠો કર્યો હતો, આવું એટલા માટે કરવામાં આવ્યું કે હવે દરેક દેશોમાં જે નુસખો છે તેનું મૂળ એક જ છે, જે નબી ﷺ છોડીને ગયા હતા.

અને કુરઆન કોઈ ફેરફાર વગર પહેલા જેવું હતું એવું અત્યારે પણ બાકી જ છે, અને આ દરેક સમયના મુસલામનો માટે એક વારસો બનીને રહ્યું છે, જેને તેઓ એક બીજા પાસે મોકલે છે અને પોતાની નમાઝોમાં આ કુરઆનની તિલાવત કરે છે.