Applicable Translations हिन्दी සිංහල தமிழ் English Español عربي

સાચા ધર્મને કેવી રીતે ઓળખી શકાય છે?

સાચા ધર્મને ત્રણ મૂળભૂત બાબતો દ્વારા ઓળખી શકાય છે અને બીજા ધર્મોથી અલગ કરી શકાય છે [૪૪]: દુક્તૂર અમ્ર શરીફની કિતાબ "ખુરાફતુલ્ ઈલ્હાદ" માંથી નકલ કરીને, જેનું પ્રકાશન ઈસ્વીસન ૨૦૧૪ માં થઇ હતું.

આ દીન (ધર્મ) માં સર્જક અને ઇલાહના ગુણો.

પયગંબર અને નબીના ગુણો.

સંદેશની સામગ્રી.

આકાશી સંદેશ અથવા ધર્મમાં નિર્માતાના સૌંદર્ય અને ભવ્યતાના લક્ષણોનું વર્ણન અને સમજૂતી, અને તેના સારનો પરિચય અને તેના અસ્તિત્વના પુરાવા હોવા જોઈએ.

હે પયગંબર ! કહી દો, અલ્લાહ એક જ છે. (૧) અલ્લાહ બેનિયાજ છે. (૨) ન તો તેનો જન્મ થયો અને ન તો તેણે કોઈને જન્મ આપ્યો. (૩) તેમાં જેવો બીજો કોઈ નથી [૪૫]. (અલ્ ઇખલાસ: ૧-૪).

તે જ અલ્લાહ છે, જેના સિવાય કોઇ ઇલાહ નથી, ગાયબ અને હાજર દરેક વસ્તુને જાણવાવાળો છે, તે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. (૨૨) તે જ અલ્લાહ છે, જેના સિવાય કોઇ ઇલાહ નથી, તે બાદશાહ છે, અત્યંત પવિત્ર , દરેક ખામીથી સલામત, શાંતિ આપનાર, દેખરેખ કરનાર, વિજયી, શક્તિશાળી, મહાન છે. અલ્લાહ તે વાતોથી પાક છે, જેને આ લોકો તેનો ભાગીદાર ઠેરવે છે(૨૩) તે જ અલ્લાહ છે, જે સર્જન કરનાર, બનાવનાર, સ્વરૂપ આપનાર, તેના દરેક નામ સારા છે, આકાશો અને જમીનમાં જે સર્જન છે, તે સૌ તેની જ તસ્બીહ કરી રહ્યા છે, અને તે વિજયી અને હિકમતવાળો છે.[૪૬] (અલ્ હશ્ર: ૨૨-૨૪).

જ્યાં સુધી પયગંબરની વાત છે, તો તેમના લક્ષણો, ધર્મ અથવા આકાશીય સંદેશ સાથે સંબંધ છે:

૧- નિર્માતા પયગંબર સાથે કેવી રીતે સંપર્ક કરે છે તે સમજાવો.

મેં તમને (પયગંબરી) માટે પસંદ કરી લીધા, હવે જે વહી તમારા તરફ કરવામાં આવી રહી છે, તેને ધ્યાનથી સાંભળો [૪૭]. (તોહા: ૧૩).

૨- તેના દ્વારા જાણવા મળે કે અલ્લાહ તરફથી સંદેશો પહોંચાડવા માટે પયગંબરો અને સંદેશવાહકો જવાબદાર છે.

હે પયગંબર ! જે કંઈ પણ તમારી તરફ તમારા પાલનહાર તરફથી અવતરિત કરવામાં આવ્યું છે, તે લોકો સુધી પહોંચાડી દો...[૪૮]. (અલ્ માઈદહ: ૬૭).

૩- જાણવા મળ્યું કે પયગંબરો લોકોને પોતાની ઈબાદત તરફ ન હતા બોલાવતા તેઓ ફક્ત એક અલ્લાહની ઈબાદત તરફ જ બોલાવતા હતા.

કોઇ એવા વ્યક્તિને જેને અલ્લાહ તઆલા કિતાબ, હિકમત અને પયગંબરી આપે, તે વ્યક્તિ પણ એવું નથી કહી શકતો કે તમે અલ્લાહ તઆલાને છોડીને મારા બંદાઓ બની જાઓ, પરંતુ તે તો કહેશે કે તમે સૌ પાલનહારના બની જાઓ, તમારા કિતાબ શીખવાડવાના કારણે અને તમારા કિતાબ પઢવાના કારણે. (તેની તાલિમ આ પ્રમાણે છે)[૪૯]. (આલિ ઇમરાન: ૭૯).

૪- એ હકીકતની પુષ્ટિ કરે છે કે પયગંબરો અને રસૂલો મર્યાદિત માનવીય પૂર્ણતામાં સર્વોચ્ચ શિખરે હતા.

(હે પયગંબર ! ) ખરેખર તમે ઉચ્ચ અખલાક વાળા છો [૫૦]. (અલ્ કલમ: ૪).

૫- તે પુષ્ટિ આપે છે કે પયગંબરો માણસ માટે માનવતા માટે એક આદર્શ છે.

"(મુસલમાનો !) તમારા માટે અલ્લાહના રસૂલ (ની હસ્તીમાં) ઉત્તમ આદર્શ છે, જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસની આશા રાખતો હોય, અને જે અલ્લાહને વધુમાં વધુ યાદ કરતો હોય" [૫૧]. (અલ્ અહઝાબ: ૨૧).

એવા ધર્મને સ્વીકારવું શક્ય નથી કે જેના ગ્રંથો આપણને કહે છે કે તેના પ્રબોધકો વ્યભિચારી, ખૂની, કસાઈ અને દેશદ્રોહી છે, અને એવા ધર્મને સ્વીકારવું પણ શક્ય નથી કે જેના ગ્રંથો સૌથી ખરાબ અર્થમાં રાજદ્રોહથી ભરેલા હોય.

જ્યાં સુધી સંદેશનો સંબધ છે, તો તે નીચે પ્રમાણે હોવા જરૂરી છે:

૧- સર્જન ઇલાહની વ્યાખ્યા.

સાચો ધર્મ ઇલાહના એવા ગુણો વર્ણન નથી કરતો, જે તેની મહાનતાને લાયક ન હોઈ અથવા જે તની મહાનતા ઓછી કરી દે, જેમ કે પથ્થર અથવા જાનવરોના સ્વરૂપમાં આવવું, અથવા જનમ આપવો, અથવા જનમ થવો, અથવા તેના સર્જનીઓ માંથી સરખું હોવું.

...કોઈ વસ્તુ તેના જેવી નથી, અને તે સાંભળવાવાળો અને જોવાવાળો છે [૫૨]. (અશ્ શૂરા: ૧૩).

અલ્લાહ સિવાય કોઈ જ ઇલાહ નથી, જે હંમેશાથી જીવિત છે અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, આકાશો અને ધરતીમાં જે કંઈ પણ છે, દરેક તેનું જ છે કોણ છે, જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે? જે કંઈ લોકોની સામે છે, તે તેને પણ જાણે છે અને જે કંઈ તેમનાથી અદ્રશ્ય છે, તેને પણ જાણે છે, તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી થાકતો નથી, તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે [૫૩]. (અલ્ બકરહ: ૨૫૫).

૨- અસ્તિત્વ પાછળના ઉદ્દેશ્ય અને ધ્યેયની સ્પષ્ટતા.

મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે. [૫૪]. (અઝ્ ઝારિયાત: ૫૬).

હે ! પયગંબર કહી દો કે હું તો તમારી જેમ એક માનવી જ છું, (હા પરંતુ) મારી તરફ વહી કરવામાં આવે છે, કે ખરેખર તમારો ઇલાહ ફક્ત એક જ ઇલાહ છે, તો જે કોઈ પોતાના પાલનહાર સાથે મુલાકાત કરવાની ઈચ્છા ધરાવતો હોય તો તેણે નેક કાર્યો કરવા જોઈએ, પોતાના પાલનહારની ઈબાદતમાં કોઈને પણ ભાગીદાર ન ઠેરવે [૫૫]. (અલ્ કહફ: ૧૧૦).

૩- ધાર્મિક વિભાવનાઓ માનવ ક્ષમતાઓની મર્યાદામાં હોવી જોઈએ.

...અલ્લાહ તઆલા તમારી સાથે સરળતા ઈચ્છે છે, કઠિનાઈ નહી... [૫૬]. (અલ્ બકરહ: ૧૮૫).

અલ્લાહ તઆલા કોઇ વ્યક્તિને તેની શક્તિ કરતા વધારે તકલીફ નથી આપતો...[૫૭]. (અલ્ બકરહ: ૨૮૬).

અલ્લાહ ઇચ્છે છે કે તમારા માટે સરળતા પેદા કરી દે, કારણ કે માનવી કમજોર પેદા કરવામાં આવ્યો છે. [૫૮]. (અન્ નિસા: ૨૮).

૪- તેણે રજૂ કરેલા વિભાવનાઓ અને ધારણાઓની માન્યતાનો તર્કસંગત પુરાવો પૂરો પાડવો.

સંદેશે અમને સ્પષ્ટ અને પર્યાપ્ત માનસિક પુરાવા આપવા જોઈએ કે તે કોની સાથે આવ્યો છે તેની માન્યતા નક્કી કરવા.

પવિત્ર કુરઆને માત્ર તાર્કિક પુરાવાઓ જ આપ્યા નથી, પરંતુ તેણે મુશરિકો (બહુદેવવાદીઓ) અને નાસ્તિકોને તેમના દાવાની સચોટતાના પુરાવા આપવા માટે પડકાર (ચેલેન્જ) પણ આપ્યો છે.

આ લોકો કહે છે કે જન્નતમાં ફક્ત તે જ વ્યક્તિ દાખલ થશે, જે યહૂદી હોય અથવા ઈસાઈ હોય, આ તેમની જૂઠી મનેચ્છાઓ છે, તમેન તેઓને કહી દો કે જો તમે આ બાબતથી સાચા હોય કોઇ પુરાવા તો બતાવો [૫૯]. (અલ્ બકરહ: ૧૧૧).

જે વ્યક્તિ અલ્લાહ સાથે કોઈ બીજા ઇલાહને પોકારશે, જેનો કોઈ પુરાવો તેમની પાસે નથી, બસ ! તેનો હિસાબ તો તેના પાલનહાર પાસે જ છે, આવા કાફિર ક્યારેય સફળ નહિ થાય [૬૦]. (અલ્ મુઅમિનૂન: ૧૧૭).

તમે કહી દો કે ધ્યાન આપો કે કઈ-કઈ વસ્તુ આકાશો અને ઝમીનમાં છે, અને જે લોકો ઈમાન નથી લાવતા તેમને નિશાનીઓ અને ચેતવણીઓ કંઈ જ ફાયદો નથી પહોંચાડી રહી [૬૧]. (યૂનુસ: ૧૦૧).

૫- સંદેશ દ્વારા પ્રસ્તુત ધાર્મિક કિતાબ વચ્ચે કોઈ વિરોધાભાસ ન હોવો જોઈએ.

"શું આ લોકો કુરઆનમાં ચિંતન નથી કરતા ? જો આ અલ્લાહ તઆલા સિવાય બીજા કોઇ તરફથી હોત તો ખરેખર તેમાં ઘણો જ વિવાદ જોતા" [૬૨]. (અન્ નિસા: ૮૨).

"તે જ અલ્લાહ તઆલા છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં કેટલીક આયતો તો મુહકમ્ (સ્પષ્ટ) આયતો છે, અને આ જ આયતો કિતાબની મૂળયુ છે, અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, અને તેઓ પોતાની મનેચ્છા પ્રમાણે અર્થઘટન કરે છે, પરંતુ તે આયતોનો સાચો અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર (સંદિગ્ધ આયતો પર) ઇમાન લાવી ચુકયા, સંપૂર્ણ આયતો અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે" [63]. (આલિ ઇમરાન : ૭).

૬- તેમજ દીનના આદેશો માનવ અખલાક વૃત્તિના કાયદાઓ વિરુદ્ધ નથી.

"બસ ! (હે નબી!) તમે એકાગ્ર થઇ પોતાનું મોઢું દીન તરફ કરી દો, આ જ અલ્લાહ તઆલાની તે ફિતરત છે, જેના માટે તેણે લોકોનું સર્જન કર્યું, અલ્લાહ તઆલાની બનાવટમાં ફેરબદલ હોઈ શકતો નથી, આ જ સાચો દીન છે, પરંતુ ઘણા લોકો સમજતા નથી" [૬૪]. (અર્ રુમ: ૩૦).

"અલ્લાહ તઆલા ઇચ્છે છે કે તમારા માટે (આદેશો) સ્પષ્ટ રીતે વર્ણન કરે અને તમને તમારાથી પહેલાના (સદાચારી) લોકોના માર્ગ પર ચલાવે અને તમારી તૌબા કબૂલ કરે અને અલ્લાહ તઆલા જાણવાવાળો, હિકમતવાળો છે. (૨૬). અને અલ્લાહ તઆલા ઇચ્છે છે કે તમારી તૌબા કબૂલ કરે પરંતુ જે લોકો મનેચ્છાઓનું અનુસરણ કરે છે તેઓ ઇચ્છે છે કે તમે તેનાથી (સત્ય માર્ગથી) ઘણા જ દૂર થઇ જા" [૬૫]. (અન્ નિસા: ૨૬-૨૭).

૭- ધાર્મિક વિભાવનાઓએ ભૌતિક વિજ્ઞાનની વિભાવનાઓનો વિરોધાભાસ ન કરવો જોઈએ.

"શું કાફિરોએ એ વાત પર ધ્યાન ન આપ્યું આકાશ અને ધરતી એક-બીજા સાથે જોડાયેલા હતાં, પછી અમે તે બન્નેને અલગ કર્યા,અને દરેક જીવિત વસ્તુનું સર્જન અમે પાણી વડે કર્યું, છતાં પણ આ લોકો ઈમાન નથી લાવતા" [૬૬]. (અલ્ અંબિયા: ૩૦).

૮- તે માનવ જીવનની વાસ્તવિકતાથી અલગ ન થવું જોઈએ, અને સંસ્કૃતિની પ્રગતિ સાથે ગતિશીલ રહેવું જોઈએ.

"તમે તેમને પૂછો કે અલ્લાહ તઆલાએ પોતાના બંદાઓ માટે જે શણગાર અને ખાવાપીવાની વસ્તુઓ પેદા કરી છે, તેને કોણે હરામ કરી દીધી? તમે કહી દો કે આ વસ્તુઓ તે લોકો માટે છે, જેઓ ઈમાન લઈ આવે અને કયામતના દિવસે ફક્ત તેમના માટે જ હશે. અમે આવી જ રીતે દરેક આયતોને બુદ્ધિશાળી લોકો માટે સ્પષ્ટ રીતે વર્ણન કરીએ છીએ" [૬૭]. (અલ્ અઅરાફ: ૩૨).

૯- દરેક સમય અને સ્થળ માટે માન્ય હોવો જોઈએ.

"...આજે મેં તમારા માટે દીનને સંપૂર્ણ કરી દીધો અને તમારા પર મારી કૃપા પુરી કરી દીધી અને તમારા માટે ઇસ્લામના દીન હોવા પર રાજી થઇ ગયો" [૬૮]. (અલ્ માઈદહ: ૩).

૧૦- સંદેશની સાર્વત્રિકતા.

"કહી દો કે હે લોકો ! હું તમારી સૌની તરફ તે અલ્લાહનો પયગંબર છું જેનું સામાર્જ્ય આકાશો અને ધરતી પર છે, તેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, તે જ જીવન આપે છે અને તે જ મૃત્યુ આપે છે, તો અલ્લાહ તઆલા પર ઈમાન લાવો અને તેના અભણ પયગંબર પર, જે અલ્લાહ તઆલા પર અને તેના આદેશો પર ઈમાન ધરાવે છે અને તેનું જ અનુસરણ કરો, જેથી તમે સત્યમાર્ગ પર આવી જાઓ" [૬૯]. [અલ્ અઅરાફ : ૧૫૮].